પાકિસ્તાનના પ્રેમમાં પાગલ ડોનાલ્ડ ટ્રમ્પ, આર્મી ચીફને ફરી અમેરિકાનું તેડું મોકલ્યું
પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનિર આ વર્ષે જૂન મહિનામાં જ અમેરિકાના 5 દિવસના પ્રવાસે ગયા હતા. અને આ દરમિયાન તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લાંચ પણ કર્યું હતું. બંનેની આ મુલાકાત લગભગ 2 કલાક જેટલી ચાલી હતી. ફરી આ મહિને પણ આર્મી ચીફ અમેરિકા જવાના છે ત્યારે 2 મહિનાની અંદર જ આ તેમની બીજી અમેરિકાની મુલાકાત હશે. અને આ મુલાકાત અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા દ્વિપક્ષીય સંબધોના સંકેત છે.
મળતી માહિતી મુજબ આસિમ મુનિર અમેરિકા સેનાના જનરલ અને યુનાઈટેડ સ્ટેટ્સ સેન્ટ્રલ કમાન્ડ ના કમાન્ડર માઇકલ કુરિલાના વિદાય સમારોહમાં ભાગ લેવા માટે વોશિંગ્ટન જઈ રહ્યા છે. કુરિલાએ તેમના કાર્યકાળ દરમિયાન આતંકવાદ સામે લડવા માટે પાકિસ્તાનને એક યોગ્ય પાર્ટનર ગણાવ્યું હતું.
મિડલ ઈસ્ટમાં અમેરિકા સેનાની આગેવાની કરી રહેલા આર્મી જનરલ કુરિલા આ મહિનાના અંતમાં રીટાયર થવાના છે. અમુક મહિના પહેલા જ કુરિલાએ અમેરિકાના ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ISISના પાંચ આતંકવાદીઓને પકડવા બદલ પાકિસ્તાનના ખૂબ વખાણ કર્યા હતા.
કુરિલાએ એ વખતે જણાવ્યું હતું કે દુનિયાભરમાં આતંકવાદ સામે લડવા માટે પાકિસ્તાન બેસ્ટ પાર્ટનર છે. અને આ માટે જ અમારે પાકિસ્તાન અને ભારત સાથેના સંબંધોને મજબૂત કરવાની જરૂૂર છે.
આસીમ મુનિર આ વર્ષે જૂન મહિનામાં 5 દિવસ અમેરિકાના પ્રવાસે ગયા હતા, અને આ દરમિયાન તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બપોરનું ભોજન કર્યું હતું. બંનેની આ મુલાકાત લગભગ 2 કલાક જેટલી ચાલી હતી. ત્યારબાદ વ્હાઇટ હાઉસના પ્રવક્તા અન્ના કેલીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે જનરલ મુનિરને મળવા માટે એટલા માટે બોલાવ્યા છે કારણ કે મુનિરે ટ્રમ્પને ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંભવિત પરમાણુ યુદ્ધને રોકવા માટે નોબલ શાંતિ પુરસ્કાર આપવાની ભલામણ કરી હતી.