ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમેરિકામાં 5.5 કરોડ વિઝાધારકો પર લટકતી તલવાર

05:03 PM Aug 22, 2025 IST | Bhumika
Advertisement

નિયમભંગ કર્યો હશે તો કાયદેસર રહેતા લોકોને પણ તગેડી મૂકાશે: વિદેશી ટ્રક ડ્રાઈવરોને વીઝા નહીં અપાય

Advertisement

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને વિદેશીઓને દેશમાંથી હાંકી કાઢવા માટે એક મોટું પગલું ભર્યું છે. આ માટે જેમની પાસે કાયદેસર યુએસ વિઝા છે તેવા 5.5 કરોડથી વધુ વિદેશીઓની તપાસ કરવામાં આવી રહી છે. જેથી જો તેઓએ કોઈ નિયમનો ભંગ કર્યો હોય તો તેમને દેશ નિકાલ કરી શકાય. આ કાર્યવાહી એવા વિદેશીઓ પર લક્ષિત છ જેમને પહેલેથી જ અમેરિકામાં રહેવાની પરવાનગી મળી ચુકી છે.

એસોસિએટેડ પ્રેસનાં પ્રશ્ર્નના જવાબમાં, વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બધા અમેરિકન વિઝા ધારકોની સતત તપાસ કરવામાં આવે છે. જો કોઈ વિદેશી દસ્તાવેજ માટે અયોગ્ય જણાય, તો તેનો વિઝા રદ કરવામાં આવશે અને જો તે અમેરિકામાં રહેતોહશે, તો તેને તરત જ દેશમાંથી હાંકી કાઢવામાં આવશે.

અમેરિકી વિદેશ મંત્રાલયે જણાવ્યું કે કોઈપણ વિદેશી ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ થાય, જાહેર સુરક્ષા માટે જોખમ ઉભું કરે અથવા આતંકવાદી ગતિવિધિઓ સાથે સંકળાયેલો હોય તો તેના વિઝા ગમે ત્યારે રદ થઈ શકે છે. વિભાગે જણાવ્યું કે, આ તપાસ દરમિયાન કાયદાકીય અને ઈમિગ્રેશન રેકોર્ડ સહિતની તમામ ઉપલબ્ધ માહિતીની સમીક્ષા કરવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળથી, તેમનું વહીવટી તંત્ર ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતાં લોકો પર કડક કાર્યવાહી કરી રહ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ પણ સામેલ છે. અમેરિકી વિદેશ વિભાગની નવી નીતિ મુજબ, વિઝાની ચકાસણી પ્રક્રિયા વધુ ઝડપી અને વ્યાપક બની છે, જેના કારણે કાયદેસર રીતે રહેતાં લોકોના વિઝા પણ કોઈપણ સમયે અચાનક રદ થઈ શકે છે.

દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી રૂબિયોએ જાહેરાત કરી કે હવેથી કોમર્શિયલ ટ્રક ડ્રાઈવણરને વર્ક વિઝા આપવામાં આવશેનહીં. આ નિર્ણયનો હેતુ અમેરિકન લોકોની સુરક્ષા વધારવાનો અને સ્થાનિક ટ્રક ડ્રાઈવરોની આજીવિકાનું રક્ષણ કરવાંનો છે. આ ઉપરાંત, ટ્રમ્પ પ્રશાસને ટ્રક ડ્રાઈવરો માટે અંગ્રેજી બોલવા અને વાંચવાની ફરજિયાત જરૂરિયાત પણ લાગુ કરી છે. જેનો ઉદ્દેશ્ય માર્ગ સલામતી સુધારવાનો છે.

Tags :
AmericaAmerica newsvisavisa holdersworldWorld News
Advertisement
Next Article
Advertisement