For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાશ્મીરની આઝાદી પર ઓક્સફર્ડમાં ચર્ચા યોજાઇ

04:41 PM Nov 15, 2024 IST | admin
કાશ્મીરની આઝાદી પર ઓક્સફર્ડમાં ચર્ચા યોજાઇ

વકતાના આતંકવાદી સંબંધના મામલે હિન્દુઓએ હોબાળો મચાવ્યો

Advertisement

બ્રિટનમાં રહેતા હિંદુઓએ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં કાશ્મીર પરની ચર્ચા સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો અને ચર્ચા દરમિયાન હોબાળો મચાવ્યો હતો. બ્રિટનમાં રહેતા હિન્દુઓએ આ અંગે ઓક્સફર્ડ યુનિયન સોસાયટીને પત્ર લખ્યો છે. પત્રમાં ચર્ચાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ચર્ચાનું શીર્ષક હતું, આ ગૃહ આઝાદ કાશ્મીરને સમર્થન આપે છે.

હિંદુઓની હિમાયત કરતી સંસ્થા સોશિયલ મૂવમેન્ટે યુનિવર્સિટી પ્રશાસનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે બે વક્તા મુઝમ્મિલ અય્યુબ ઠાકુર અને ઝફર ખાનને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બંને વક્તાઓ આતંકવાદીઓ સાથે કનેક્શન ધરાવે છે. સંગઠને કહ્યું કે મુઝમ્મિલ પર નફરતભર્યા ભાષણ આપવાનો આરોપ છે. આ સાથે તેના એવા સંગઠનો સાથે કનેક્શન છે જેની કડીઓ સીધી આતંકવાદીઓ સાથે જોડાયેલી છે.

Advertisement

ઠાકુરે તેમની સંસ્થા વર્લ્ડ કાશ્મીર ફ્રીડમ મૂવમેન્ટના કામ પર પણ ભાર મૂક્યો હતો. મુઝમ્મિલ કાશ્મીર ફ્રીડમ મૂવમેન્ટ અને મર્સી યુનિવર્સલના પ્રમુખ છે. જેની શરૂૂઆત તેના પિતાએ કરી હતી. સ્કોટલેન્ડ યાર્ડ અને એફબીઆઈ જેવી બ્રિટનની એજન્સીઓ દ્વારા આ બંને સંસ્થાઓની તપાસ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement