ટોરોન્ટોમાં રેકોર્ડિગ સ્ટુડિયોની બહાર 100 રાઉન્ડ ફાયરિંગ
23 લોકોની ધરપકડ, 16 હથિયારો કબજે
કેનેડાના ટોરોન્ટોમાં રેકોડિગ સ્ટુડિયોની બહાર 100 રાઉન્ડ ફાયરિંગ કરવાની ચોકાવનારી ઘટના સામે આવી છે, ભારતીય ગાયકો જે વિસ્તારમાં રહે છે ત્યાં આડેધડ ફાયરીંગ કરવામાં આવ્યું હતું . આ ઘટનામાં પોલીસે 23ની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 16 હથિયાર જ કરવામાં આવ્યા છે જેમાં 2 રાયફલ પણ છે. પોલીસ આ ઘટનામાં કોનો હાથ છે તે શોધવા આકાશ પાતાળ એક કરી રહી છે.
કેનેડાના ટોરોન્ટોમાં રેકોડિગ સ્ટુડિયોની બહાર લગભગ 100 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. આ ગોળીબાર જે વિસ્તારમાં થયો છે ત્યાં ઘણા ભારતીય ગાયકો રહે છે. જેમાંથી મોટાભાગના પંજાબના છે અને તેમનો મ્યુઝિક સ્ટુડિયો આ જગ્યાએ આવેલો છે. આ ફાયરિંગની ઘટના પાછળ કોનો હાથ છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. કેનેડિયન પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ લોકો ચોરીના વાહનમાં આવ્યા હતા. તેણે સ્ટુડિયોની બહાર ફાયરિંગ કયુ. સ્ટુડિયોમાં હાજર લોકોએ પણ ગોળીબાર કર્યેા હતો. બંને જૂથો વચ્ચે ગોળીબાર થયો હતો. આ દરમિયાન સાદા યુનિફોર્મમાં ઉભેલા ઘણા પોલીસકર્મીઓ નાસી છૂટા હતા.
કેનેડા પોલીસે આ કેસમાં 23 લોકોની ધરપકડ કરી છે. પોલીસે 16 હથિયારો જ કર્યા છે. જેમાં 2 રાઈફલો પણ છે. પોલીસ ફરાર લોકોને શોધી રહી છે. ભારતીય એજન્સીઓ પણ ફાયરિંગની આ ઘટના પર ચાંપતી નજર રાખી રહી છે. કારણ કે જે વિસ્તારમાં ફાયરિંગ થયું છે ત્યાં ઘણા પંજાબી ગાયકોના બંગલા છે અને મ્યુઝિક સ્ટુડિયો પણ તેમના દ્રારા બનાવવામાં આવ્યા છે.
આટલું જ નહીં ફાયરિંગ પહેલાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ઘણા લોકો લાઉડ મ્યુઝિક પર ગીતો વગાડી રહ્યા છે અને હથિયારો સાથે ડાન્સ કરી રહ્યા છે. આ ઘટના લગભગ ત્રણ દિવસ પહેલા બની હોવાનું કહેવાય છે, જેના પર કેનેડિયન પોલીસની એક મહિલા અધિકારીએ પણ નિવેદન આપ્યું છે