99.45 લાખના ડોગીનો માસિક ખર્ચ 29,000 રૂપિયા
અમેરિકન કેનલ ક્લબના એક અભ્યાસ મુજબ છેલ્લા દાયકામાં વિશ્વભરમાં ફ્રેન્ચ બુલડોગની માગમાં 1000 ટકાનો વધારો થયો છે અને ગોલ્ડન રીટ્રીવરને પછાડીને એ વિશ્વની સૌથી પોપ્યુલર ડોગ બ્રીડ બની છે. જોકે રાતોરાત લોકપ્રિયતાને કારણે ફ્રેન્ચ બુલડોગનું જિનેટિક સ્ટ્રક્ચર પ્રભાવિત થયું છે અને એ વધુ પાતળા, લાંબા અને ઊંચા દેખાઈ રહ્યા છે, જે બહુ ઇચ્છનીય લક્ષણ નથી.આ બધાની વચ્ચે ફ્રેન્ચ બુલડોગની બિગ રોપ વરાઇટીના ડોગી આદર્શ લક્ષણ ધરાવે છે અને એમાંય એક ડોગી એવો છે જે એના જિનેટિક્સને કારણે કદાચ વિશ્વનો સૌથી મોંઘો ફ્રેન્ચ બુલડોગ હશે.આ ડોગ કદમાં નાનો, કોમ્પેક્ટ, મોટું ચોરસ માથું અને સ્નાયુબદ્ધ શરીર ધરાવે છે. કોલમ્બિયામાં જુલિયન મોન્ટોયા પાસે આ ડોગી છે જેનું નામ છે રોપ ડેડી. ક્રીમ-બ્રાઉન રુંવાટી, સોનેરી આંખો અને તમામ આદર્શ લક્ષણ ધરાવતા આ ડોગીની કિંમત લગભગ 1,20,000 ડોલર એટલે કે 99.45 લાખ રૂૂપિયા છે. જુલિયન રોપ ડેડીના ડાયટ માટે લગભગ માસિક 29,000 રૂૂપિયા ખર્ચે છે. અન્ય ફ્રેન્ચ બુલડોગ વરાઇટી કરતાં બિગ રોપ અત્યંત ફ્રેન્ડલી અને પ્રમાણમાં શાંત હોય છે અને તેમના હેલ્થ-રિલેટેડ ઇશ્યુની શક્યતા પણ ઓછી હોય છે.