8.8ની તીવ્રતાના ભૂકંપથી દુનિયાભરમાં દહેશત, રશિયાથી જાપાન અને અમેરિકા સુધી સુનામીનો ભય
રશિયામાં આવેલા જોરદાર ભૂકંપના આંચકાએ બધાને ડરાવી દીધા છે. રશિયા, જાપાન અને અમેરિકા ત્રણેય દેશોમાં સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે ત્યારે જાપાનમાં 16 જગ્યાએ સુનામીની જાણે એન્ટ્રી થઇ ગઈ હોય તેવા અહેવાલ છે. જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે રશિયાના કામચાત્સ્કી દ્વીપકલ્પ નજીક એક જોરદાર ભૂકંપ આવ્યો હતો. શરૂઆતની તીવ્રતા 8.8 નોંધાઈ છે.
https://x.com/DDNewsGujarati/status/1950382781483360714
હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી ચેતવણી બાદ, રશિયામાં સુનામીએ હવે પોતાનો રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. અહીં, કુરિલ ટાપુના કેટલાક ભાગોમાં સુનામીના મોજાઓ અથડાઈ ગયા છે. ઘણી જગ્યાએ, વહીવટીતંત્ર દ્વારા લોકોને ચેતવણી આપવા માટે સાયરન પણ વગાડવામાં આવી રહ્યા છે. આ સાથે, લોકોને દરિયાકાંઠાના વિસ્તારોમાં ન જવાની અપીલ કરવામાં આવી છે. ભૂકંપને કારણે સમુદ્રનું સ્તર ખૂબ વધી ગયું છે.
જાપાનમાં સુનામીનું એલર્ટ જાહેર કરાયા બાદથી લોકો ધાબે ચઢી ગયા હતા. લોકોને ઈમારત પર ઊભેલા વીડિયો જોઈ શકાય છે. પેસિફિક વોર્નિંગ સેન્ટર કહે છે કે હવાઈ, ચિલી અને જાપાન તથા સોલોમન ટાપુ પર સુનામીની સ્થિતિ સર્જાઈ છે. જાપાનમાં 16 જગ્યાએ સુનામીએ દસ્તક આપી છે. આ દરમિયાન સમુદ્રમાં 40 સે.મી. ઊંચા મોજા જોવા મળ્યા હતા. ઈશિનોમાકી પોર્ટ પર સમુદ્રમાં પચાસ સે.મી. ઊંચા મોજા જોવા મળ્યા હતા. જાપાના હોક્કાઈદોમાં પણ સુનામીની લહેરો જોવા મળી હતી.
https://x.com/Nerdy_Addict/status/1950388766809424000
જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબાને ભૂકંપ વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ તરત જ, સરકારે માહિતી એકત્રિત કરવા અને પ્રતિભાવની યોજના બનાવવા માટે એક કટોકટી સમિતિની રચના કરી. જોકે, રશિયાના પ્રાદેશિક ગવર્નરે, પ્રારંભિક અહેવાલોને ટાંકીને કહ્યું કે ભૂકંપથી અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, અસરગ્રસ્ત વિસ્તારમાં એક કિન્ડરગાર્ટનને નુકસાન થયું છે.
અમેરિકામાં પણ ચેતવણી જાહેર

યુએસની ભૂકંપ એજન્સી દ્વારા એલર્ટ જાહેર કરાયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સુનામીની ચેતવણી જાહેર કરી હતી. તેમણે ટ્રુથ પર પોસ્ટમાં જણાવ્યું કે કેલિફોર્નિયા અને તટીય વિસ્તારોમાં સુનામી આવી શકે છે એટલે લોકો સાવચેત રહે. ઉલ્લેખનીય છે કે રશિયામાં શક્તિશાળી ભૂકંપ બાદ અનેક ઈમારતોને નુકસાન થયાની તસવીરો સામે આવી છે. દરિયામાં પણ સુનામીની એક્ટિવિટી જોવા મળી રહી છે.