ચીનની ચૂંગાલમાં ફસાયેલા 15 ગુજરાતી સહિત 70 ભારતીયની મુક્તિ
મ્યાનમારના મ્યાવદી શહેરમાં કેકે પાર્ક નામના સ્થળે ફસાયેલા લગભગ 70 ભારતીયોને બચાવી લેવાયા છે. મ્યાનમારની સેનાએ તેમને બચાવી લીધા છે અને થાઈલેન્ડના સરહદી શહેર માએ સોટ લઈ ગયા છે. થાઈલેન્ડમાં ભારતીય અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તેમના ભારત પાછા ફરવાની વ્યવસ્થા કરી રહ્યા છે. બચાવી લેવામાં આવેલા લોકોમાં લગભગ 15 ગુજરાતના, 20 રાજસ્થાનના, 5 આંધ્રપ્રદેશના, 2 તેલંગાણાના અને બાકીના પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, હરિયાણા અને કર્ણાટકના છે. તેમાં પાંચ મહિલાઓ પણ છે, જેમાં મોટાભાગની ગુજરાત અને મહારાષ્ટ્રની છે. સાયબર ગુનાખોરીમાંથી બચાવેલા ઘણા ભારતીયોએ તેમની અગ્નિપરીક્ષાનું વર્ણન કર્યું છે.
કેકે પાર્ક ઓનલાઈન છેતરપિંડીનો મોટો અડ્ડો છે. મ્યાનમારની બોર્ડર ગાર્ડ ફોર્સ (ઇૠઋ)એ ત્યાં દરોડા પાડીને આ લોકોને મુક્ત કરાવ્યા હતા.
તેઓને બળજબરીથી સાયબર ક્રાઈમમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તેલંગાણાના કરીમનગર મધુકર રેડ્ડી મે સોટે કહ્યું, પલગભગ 70-80 ભારતીયો બસ સ્ટેશન પર આગળની કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે. અમે બેંગકોકમાં ભારતીય સત્તાવાળાઓને વિનંતી કરી રહ્યા છીએ કે અમને શક્ય તેટલી વહેલી તકે ભારત પાછા મોકલો. રેડ્ડી તેના મોબાઈલનો ઉપયોગ બંધ થાય તે પહેલા તેલંગાણામાં તેના પરિવારનો સંપર્ક કરી શક્યો હતો. તેમની સાથે હૈદરાબાદના કાકુલુરુ સંતોષ, વિઝાગના મણિકાંત અને બોડપતિ અશોક અને ગુજરાતના એમ.વી. પટેલ પણ હાજર હતા.
અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે ભારતીયો સહિત ઘણા વિદેશી નાગરિકોને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ પછી આ કાર્યવાહી થઈ. ઇૠઋ પર અગાઉ ચીનના છેતરપિંડી કેન્દ્રો સાથે સંકળાયેલા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પરંતુ આ વખતે ખુદ ઇૠઋએ દરોડા પાડ્યા છે. અધિકારીઓને શંકા છે કે ચીની ગુનાહિત ગેંગ વર્ષોથી આ કામ કરી રહી છે. કેટલાક શંકાસ્પદ આયોજકોની અટકાયત કરવામાં આવી છે.
આ પહેલા પણ ઘણી વખત બન્યું છે જ્યારે ભારતીયોને નોકરીના વચન સાથે કંબોડિયા, લાઓસ અને મ્યાનમારમાં લલચાવવામાં આવ્યા હતા અને પછી સાયબર ક્રાઈમમાં ધકેલાઈ ગયા હતા. અહેવાલ મુજબ કમ્બોડીયામાંથી પણ ભારતીયોને બચાવી લેવાયા છે.