લિબિયાના દરિયાકાંઠે બોટ પલટી જતાં 65 પાકિસ્તાનીનાં મોત
11:21 AM Feb 11, 2025 IST | Bhumika
Advertisement
લિબિયાના દરિયાકાંઠે ઓછામાં ઓછા 65 મુસાફરો ભરેલી એક બોટ પલટી ગઈ છે, જેમાં મોટાભાગના મુસાફરો પાકિસ્તાની હોવાના અહેવાલો સામે આવ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયએ સોમવારે ઈસ્લામાબાદમાં આ માહિતી આપી છે.
વિદેશ કાર્યાલયે જારી કરેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, ત્રિપોલીમાં અમારા દૂતાવાસે માહિતી આપી છે કે, લિબિયાના શહેર ઝાવિયાના ઉત્તર-પશ્ચિમમાં માર્સા ડેલા બંદર પાસે અંદાજે 65 મુસાફરો ભરેલી એક બોટ પલટી ગઈ છે.
બોટ પલટી જવાની ઘટના બાદ પાકિસ્તાન સરકારે માનવ તસ્કરો અને એજન્ટો વિરુદ્ધ મોટી કાર્યવાહી શરૂૂ કરી દીધી છે. આ પહેલા જાન્યુઆરી 2025માં આવી ઘટના બની હતી, જેમાં 66 પાકિસ્તાની નાગરિકો સહિત 86 મુસાફરોને લઈને જતી બોટ મોરોક્કો નજીક પલટી ગઈ હતી. તેમાં માત્ર 36 લોકોને જ બચાવી શકાયા હતા. આ ઘટનામાં 50 મુસાફરોના મોત થયા હતા.
Advertisement
Advertisement