For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેનેડાની આરોગ્ય સંસ્થા સાથે 6 કરોડ ડોલરનું ફ્રોડ: 3 ગુજરાતીના નામ

06:30 PM Jul 16, 2025 IST | Bhumika
કેનેડાની આરોગ્ય સંસ્થા સાથે 6 કરોડ ડોલરનું ફ્રોડ  3 ગુજરાતીના નામ

કેનેડાના લંડન હેલ્થ સાયન્સીસ સેન્ટર (LHSC)એ પૂર્વ સીનિયર એમ્પ્લોયીઝ અને કોન્ટ્રાક્ટર્સની સામે 60 મિલિયન ડોલરથી વધુનું ફ્રોડ કરવાના કેસ કર્યા છે. આ લોકો એક દાયકાથી ફ્રોડને અંજામ આપી રહ્યા હોવાનો આરોપ લગાવાયો છે. આ ફ્રોડના મામલે નોંધાવાયેલા કેસમાં ત્રણ ગુજરાતીઓના નામ પણ સામેલ છે. LHSCએ ફેસિલિટીઝની જવાબદારી સંભાળતા પૂર્વ વાઈસ પ્રેસિડન્ટ દીપેશ પટેલ, ફેસિલિટીઝના પૂર્વ ડિરેક્ટર ડેરેક લાલ અને નિલેશ ઉર્ફે નીલ મોદી અને BH કોન્ટ્રાક્ટર્સના કોન્ટ્રાક્ટર પરેશ સોની અને GBI ક્ધસ્ટ્રક્શન તેમજ BH કોન્ટ્રાક્ટર્સની ફર્મ્સ સામે મુખ્ય કેસ કર્યો છે.

Advertisement

હોસ્પિટલનો દાવો છે કે, આ લોકોએ ખરીદ પ્રક્રિયાઓમાં, ડોક્યુમેન્ટ્સમાં, બિલોમાં હેરફેર કરી હતી અને હોસ્પિટલના કોન્ટ્રાક્ટ્સ તેમનું હિત ધરાવતી કંપનીઓને અપાવ્યા હતા. દીપેશ પટેલ પર પરેશ સોનીની કંપનીને લાખો ડોલરના કોન્ટ્રાક્ટ્સ અપાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવવાનો આરોપ છે. ડેરેક લાલ દીપેશ પટેલને જ રિપોર્ટ કરતા હતા.

આરોપ મુજબ, BH કોન્ટ્રાક્ટર્સને લગભગ 30 મિલિયન ડોલરની ચૂકવણી કરવામાં આવી હતી. જેમાંથી એક સિંગલ વિન્ડો રિપ્લેસમેન્ટ પ્રોજેક્ટ માટે 21 મિલિયન ડોલરની ચૂકવણી કરાઈ હતી.

Advertisement

આ ફ્રોડમાં GBI ક્ધસ્ટ્રક્શનને 11 મિલિયન ડોલર મળ્યા હોવાનો આરોપ છે. હોસ્પિટલનું કહેવું છે કે, કોન્ટ્રાક્ટ મેળવવા માટે ખોટા નામ, ફેક વિમા ડોક્યુમેન્ટ અને ફ્રોડ સિક્યોરિટી ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરાયો હતો.
આ ઉપરાંત LHSCના પૂર્વ સીઈઓ જેકી શ્ર્લેફર ટેલર, પૂર્વ સીએફઓ અભિજિત મુખર્જી, પૂર્વ એક્ઝિક્યુટિવ બ્રેડલી કેમ્પેબલ અને ક્ધસલ્ટિંગ ફર્મ કોર્પસ સાંચેઝ ઈન્ટરનેશનલ સામે પણ 10 મિલિયન ડોલરનો કેસ કરાયો છે. દાવામા આરોપ લગાવાયો છે કે, આ લોકોએ ફ્રોડના ખતરા અંગેના વર્ષ 2022ના રિપોર્ટને નજર અંદાજ કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement