સ્પેન જઈ રહેલી બોટ ડૂબતા 40 પાકિસ્તાનીઓ ડૂબી મર્યા
બોટમાં બેસીને સ્પેન જવાનો પ્રયત્ન કરી રહેલ પાકિસ્તાનના 40 થી વધુ નાગરિકોનાં બોટ પલ્ટી ખાઈ જતા મૃત્યું નિપજ્યાનાં સમાચાર મળી રહ્યા છે. આ દુર્ઘટના ત્યારે સર્જાઈ જ્યારે પ્રવાસીઓથી ભરેલ બોટ મોરોક્કો પાસે સમુદ્રમાં પલ્ટી ખાઈ ગઈ. તેમજ આ અકસ્માતમાં 40 થી વધુ લોકોના મોત નિપજ્યા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે. ઘટનાનાં સમાચાર મળતા જ અધિકારીઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મળતી માહિતી મુજબ બોટમાં બેસીને કેટલાક લોકો સ્પેન જઈ રહ્યા હતા. બોટમાં આશરે 80 થી વધુ પ્રવાસીઓ બેઠા હતા. તેમજ આ બોટ મોરોક્કો પહોંચી ત્યારે અચાનક જ પલ્ટી ખાઈ ગઈ હતી.
તેમજ આ ઘટનામાં ઓછામાં ઓછા 50 લોકોનાં ડૂબી જવાથી મોત નિપજ્યા હોવાની શક્યતાઓ છે. તેમજ મૃત્યુ પામેલ લોકોમાં 40 પાકિસ્તાની નાગરિક હોવાનું જાણવા મળી રહ્યું છે.
એક દિવસ પહેલા પણ આવી જ દુર્ઘટના બની હતી. જે બાબતે મોરોક્કનનાં સત્તાવાળાઓએ એક દિવસ પહેલા જ બોટમાંથી 36 લોકોને બચાવ્યા હતા. ત્યારે આ બોટ મોરેશિયસથી 2 જાન્યુઆરીએ 86 પ્રવાસીઓ સાથે નીકળી હતી. આ પ્રવાસીઓમાં 66 પાકિસ્તાની નાગરિકોનો પણ સમાવેશ થાય છે. ત્યારે વોકિંગ બોર્ડર્સનાં સીઈઓએ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે ડૂબી ગયેલા લોકોમાં 44 લોકો પાકિસ્તાનના હતા.