બ્રિટનની 3 ફૂટ 8 ઇંચની મોડેલ બોડી કર્વ્સ, બોયફ્રેન્ડના કારણે ચર્ચામાં
બ્રિટનના ગ્લોસ્ટરશાયરની 23 વર્ષીય કેટ હેલિયર પોતાને બ્રિટનની સૌથી નાની ગ્લેમર મોડેલ કહે છે. પોતાની અનોખી છબી અને આત્મવિશ્વાસ સાથે, કેટ પોતાની ઓળખ બનાવી રહી છે અને તેના પિન્ટ-સાઈઝ શરીરથી ઘણા પૈસા કમાઈ રહી છે. કેટની હાઇટ ફક્ત 3 ફૂટ 8 ઇંચ છે, જો કે તેનાથી તેનો આત્મવિશ્વાસ બિલકુલ ઓછો થતો નથી.
કેટે ફેશન સંબંધિત પોસ્ટ્સ પોસ્ટ કરીને પોતાની કારકિર્દીની શરૂૂઆત કરી હતી. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફતહશભયજ્ઞરભફશિં પર 26.9ઊં ફોલોઅર્સ છે. તેણે કહ્યું કે મેં લગભગ છ-સાત વર્ષ પહેલાં ફેશનને લગતી વસ્તુઓ પોસ્ટ કરવાનું શરૂૂ કર્યું હતું. પરંતુ છેલ્લા બે વર્ષમાં મેં તેને ગંભીરતાથી લીધું અને એક યોગ્ય ઇન્ફ્લુએન્સર બની. જો કે, ફેશન સુધી મર્યાદિત ન રહેતા કેટે વધુ બોલ્ડ અને રેસિયર ફોટા અને વીડિયો પોસ્ટ કરવાનું શરૂૂ કર્યું.
તેણે કહ્યું કે મેં ઇન્સ્ટાગ્રામ પર લિંઝરીમાં ફોટા પોસ્ટ કરવાનું શરૂૂ કર્યું અને કલ્પના પણ નહોતી કરી કે તેની આટલી મોટી અસર પડશે. હું બીજાને બતાવવા માંગતી કે તમારા શરીર પ્રત્યે આત્મવિશ્વાસ રાખવો કેટલો મહત્વપૂર્ણ છે, ખાસ કરીને મારી પરિસ્થિતિમાં. તમારે પોતાને છુપાવવાની જરૂૂર નથી. મેં અને મારા જીવનસાથીએ તેને ઓન્લીફેન્સમાં લઈ જવાનું અને વ્યાવસાયિક શૂટિંગ દ્વારા પૈસા કમાવવાનું નક્કી કર્યું. શરૂૂઆતમાં તેના પરિવારે તેના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ હવે તેઓ કેટની સફળતાથી ખુશ છે.