USAથી તગેડી મૂકાયેલા 37 ગુજરાતી અમદાવાદ પહોંચ્યા, ચુસ્ત બંદોબસ્ત સાથે વતન પરત લઈ જવાયા
અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 104 ભારતીયોને ડિપોર્ટ કરીને ગઈકાલે અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા હતા. જ્યાંથી 33 ગુજરાતીઓને આજે વહેલી સવારે વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતાં. ત્યારે પોલીસ દ્વારા તેમના વાહનમાં જ આ લોકોને તેમના વતન લઈ જવામાં આવ્યા હતા. 37 જેટલાં ગુજરાતીઓમાં ગાંધીનગરના 17, મહેસાણાના 10, સુરતના 3, અમદાવાદના 2, આણંદના 1, સિદ્ધપુર પાટણના 1, ભરુચના 1, વડોદરાના 1 અને બનાસકાંઠાના 1 વ્યક્તિનો સમાવેશ થાય છે. અમદાવાદ એરપોર્ટ પર આવેલા 33 ગુજરાતીઓની અહીં પૂછપરછ કરવામાં આવી ન હતી. પરંતુ, તેઓના વતનમાં લઈ ગયા બાદ જે તે જિલ્લાની એલસીબી કચેરીઓ તેઓનું ઈન્ટ્રોગેશન કરવામાં આવશે.
ગુજરાતના તમામ લોકોને લઈને અમૃતસરથી વિમાન દિલ્હી થઈને અમદાવાદ પહોંચ્યું હતું. આ તમામ લોકોની ઓળખની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી છે અને હવે તેમને ઘરે વતન પહોંચાડવામાં આવી રહ્યા છે. પૂછપરછ બાદ મોટા એજન્ટોના નામ સામે આવી શકે છે. અમદાવાદ એરપોર્ટ પર તેમના આગમન દરમ્યાન એરપોર્ટ પર અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમાં IB, CID અને સ્થાનિક પોલીસનો કાફલો હાજર હતો.
33 ગુજરાતીઓના નામની યાદી...
1- જયવિરસિંહ વિહોલ, મહેસાણા
2- હિરલબેન વડસ્મા, મહેસાણા
3- રાજપુત વાલાજી, પાટણ
4- કેતુલકુમાર દરજી, મહેસાણા
5- પ્રક્ષા પ્રજાપતિ, ગાંધીનગર
6- જિગ્નેશકુમાર ચૌધરી, ગાંધીનગર
7- રૂચી ચૌધરી, ગાંધીનગર
8- પિન્ટુકુમાર પ્રજાપતિ, અમદાવાદ
9- ખુશ્બુ પટેલ, વડોદરા
10- સ્મિત પટેલ, ગાંધીનગર
11- શિવા ગોસ્વામી, આણંદ
12- જીવનજી ગોહિલ, ગાંધીનગર
13- નીકિતા પટેલ, મહેસાણા
14- એશા પટેલ, ભરૂચ
15- જયેશ રામી, વિરમગામ
16- બીના રામી, બનાસકાંઠા
17- એન્નીબેન પટેલ, પાટણ
18- મંત્રા પટેલ, પાટણ
19- કેતુલકુમાર પટેલ, માનુદ
20- કિરનબેન પટેલ, મહેસાણા
21- માયરા પટેલ, કલોલ
22- રિશિતા પટેલ, ગાંધીનગર
23- કરનસિંહ નેતુજી, ગાંધીનગર
24- મિતલબેન ગોહિલ, કલોલ
25- હેવનસિંહ ગોહિલ, મહેસાણા
26- ધ્રુવગીરી ગોસ્વામી, ગાંધીનગર
27- હેમલ ગોસ્વામી, મહેસાણા
28- હાર્દિકગિરિ ગોસ્વામી,મહેસાણા
29- હેમાનીબેન ગોસ્વામી, ગાંધીનગર
30- એન્જલ ઝાલા, ગાંધીનગર
31- અરૂણબેન ઝાલા, મહેસાણા
32- માહી ઝાલા, ગાંધીનગર
33- જિગ્નેશકુમાર ઝાલા, ગાંધીનગર
એક અંદાજ મુજબ અમેરિકામાંથી હાલમાં 18 હજાર ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવશે. એક અંદાજ મુજબ અમેરિકામાં 7.25 લાખ ભારતીયો ગેરકાયદે રહે છે. આમ અમેરિકામાં ગેરકાયદે રહેનારાઓમાં મેક્સિકન અને અલ સાલ્વાડોરના નાગરિકો પછી ભારતીયો ત્રીજા સ્થાને આવે છે. ગયા મહિને ભારત સરકારે જણાવ્યું હતું કે તે અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીય નાગરિકોને પરત લેવા માટે હંમેશા તૈયાર રહે છે. વિદેશ પ્રધાન જયશંકરે જણાવ્યું હતું કે ભારત તપાસ કરી રહ્યું છે કે અમેરિકામાં કેટલા ભારતીય ગેરકાયદેસર રીતે રહે છે. તેને પરત મોકલી શકાય છે કે નહીં.