તિબેટમાં 7.1ના તીવ્ર ભૂકંપથી 32 મોત; નેપાળ-ભૂતાન-ભારતમાં પણ અસર
ભૂકંપનું કેન્દ્ર તિબેટના શિઝાંગ વિસ્તારમાં: ભારતમાં યુપી, બિહાર, સિક્કિમ, બંગાળથી લઇ દિલ્હી સુધી 6.1ની તીવ્રતાથી ધરતી ધ્રુજી
આજે સવારે નેપાળ-ભુતાન સહીત ચાર દેશોમાં ભુકંપના આંચકા નોંધાયા હતા. જેની તીવ્રતા 7.1 હતી. તિબેટમાં ભુકંપની તીવ્રતા 6.8 નોંધાઇ હતી. અહેવાલો મુજબ તિબેટ વિસ્તારગમાં શક્તિશાળી ભુકંપથી ઓછામાન ઓછા 32 માણસોના મોત થયા છે. ભુકંપનું કેન્દ્ર નેપાળ નજીક તિબેટ હોવાનું માનવામાં આવે છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આજે સવારે 6.35 કલાકે ભુકંપન અનુભવાયો હતો.
નેપાળ, તિબેટ, ભુતાન ઉપરાંત દેશના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુપી, બિહારથી લઈને દિલ્હી સુધીના લોકોએ ધરતી આંચકાનો અનુભવ કર્યો હતો. તેનું કેન્દ્ર તિબેટનો શિઝાંગ વિસ્તાર હતો. સમાચાર એજન્સીએ ભૂકંપની અસરને લઈને કેટલાક વીડિયો ફૂટેજ જાહેર કર્યા છે. આ મુજબ બિહારના શિયોહરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે રૂૂમમાં ઝુમ્મરની લાઈટો અને પંખા ધ્રૂજી રહ્યાં છે. આ ઉપરાંત સિક્કિમ અને પશ્ચિમ બંગાળના માલદામાં પણ 6.1નીે તીવ્રતાવાળો ભુકંપ નોંધાયો હતો.
નેપાળના લોબુચેથી 93 કિમી ઉત્તરપૂર્વમાં રિક્ટર સ્કેલ પર 7.1ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હતો. વીડિયો ક્લિપમાં જોવા મળી રહ્યું છે કે લોકોમાં ગભરાટ છે અને તેઓ ઘરની બહાર નીકળી ગયા છે. વૃક્ષો અને આસપાસની વસ્તુઓ ફરતી જોવા મળે છે. તે જાણીતું છે કે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં સોમવારે સવારે 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈ જાનહાનિ અથવા સંપત્તિને નુકસાન થયું હોવાના કોઈ અહેવાલ નથી. ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે સવારે 4.35 વાગ્યે દહાણુ તાલુકામાં ભૂકંપ આવ્યો હતો.
તેમણે જણાવ્યું કે, તાલુકાના બોરડી, દાપચરી અને તલાસરી વિસ્તારના લોકોએ વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. 2 જાન્યુઆરીના રોજ, નેપાળમાં 4.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના આંચકા રાજધાની કાઠમંડુ અને પડોશી જિલ્લાઓમાં અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટરના જણાવ્યા અનુસાર, ભૂકંપ બપોરે 1.02 વાગ્યે આવ્યો હતો જેની તીવ્રતા 4.8 હતી. તેનું કેન્દ્ર કાઠમંડુથી 70 કિલોમીટર ઉત્તરે સિંધુપાલચોક જિલ્લામાં સ્થિત હતું.
કાઠમંડુ અને આસપાસના જિલ્લાઓમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. જો કે, ભૂકંપના કારણે કોઈ નુકસાનના તાત્કાલિક અહેવાલ નથી. ગજછઈ રેકોર્ડ્સ અનુસાર, નેપાળમાં ત્રણથી વધુની તીવ્રતાનો આ 9મો ભૂકંપ હતો, જેમાંથી આઠ છેલ્લા 20 દિવસમાં પશ્ચિમ નેપાળમાં આવ્યા હતા.
અઝરબૈજાન-ઈરાન સરહદે પણ ભૂકંપ
અઝરબૈજાન નેશનલ એકેડેમી ઓફ સાયન્સ હેઠળ અઝરબૈજાનના સિસ્મોલોજીકલ સર્વિસ સેન્ટરે આ અંગેની માહિતી જાહેર કરી છે. અઝરબૈજાન-ઈરાન સરહદ (ઈરાનના પ્રદેશમાં) પર, યાર્ડિમલી સ્ટેશનથી 17 કિમી ઉત્તરે, સ્થાનિક સમય અનુસાર 23:22 વાગ્યે 3.6 ની તીવ્રતા સાથેનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર 22 કિલોમીટરની ઊંડાઈએ હતું. યાર્ડિમલી અને જલીલાબાદ જિલ્લામાં 3 પોઈન્ટથી વધુની તીવ્રતા સાથે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.