For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટેકસાસમાં અચાનક પૂરથી 24નાં મોત, સમર કેમ્પમાંથી 20 છોકરીઓ લાપતા, 237ને બચાવી લેવાયા

05:44 PM Jul 05, 2025 IST | Bhumika
ટેકસાસમાં અચાનક પૂરથી 24નાં મોત  સમર કેમ્પમાંથી 20 છોકરીઓ લાપતા  237ને બચાવી લેવાયા

અમેરિકાના ટેક્સાસમાં ગુઆડાલુપ નદી કિનારે મુશળધાર વરસાદને કારણે પૂર આવ્યું. આના કારણે 24 લોકો મૃત્યુ પામ્યા અને લગભગ 25 લોકો ગુમ છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, બચાવ ટીમો ઊંચા પાણીના સ્તરમાં ફસાયેલા ડઝનેક લોકોને બચાવવા અને ગુમ થયેલા લોકોને શોધવામાં રોકાયેલી છે. ગુઆડાલુપ નદીના કિનારે સ્થિત ઓલ-ગર્લ્સ ક્રિશ્ચિયન સમર કેમ્પમાંથી 20 થી 25 છોકરીઓ ગુમ થયાના અહેવાલ છે.

Advertisement

ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે જણાવ્યું હતું કે શુક્રવાર રાતથી શનિવાર સુધી શોધ અને બચાવ કામગીરી ચાલુ છે. આ કાર્યમાં સંસાધનોની કોઈ કમી રહેશે નહીં. લેફ્ટનન્ટ ગવર્નર ડેન પેટ્રિકે જણાવ્યું હતું કે ગુમ થયેલા બધા લોકોને જીવિત શોધવા માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. બાકીના બધા કેમ્પર્સ સુરક્ષિત છે અને દિવસભર તેમને ખાલી કરાવી લેવામાં આવ્યા હતા.કેર કાઉન્ટીના ન્યાયાધીશ રોબ કેલીએ જણાવ્યું હતું કે પૂર એટલું ઝડપથી આવ્યું કે અગાઉથી સ્થળાંતરનો આદેશ આપવો શક્ય નહોતો. હવામાન વિભાગે ભારે વરસાદ અને પૂરની ચેતવણી આપી હતી, પરંતુ વરસાદનું પ્રમાણ અણધાર્યું હતું. પૂરમાં ફસાયેલા 237 લોકોને બચાવી લેવામાં આવ્યા, જેમાંથી 167 લોકોને હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવામાં આવ્યા.

નેશનલ વેધર સર્વિસે કેર કાઉન્ટીમાં અચાનક પૂરની કટોકટી જાહેર કરી, જ્યાં 12 ઇંચ સુધી વરસાદ પડ્યો. કેમ્પ મિસ્ટિક નામના ખાનગી ખ્રિસ્તી સમર કેમ્પમાં 750 થી વધુ બાળકોમાંથી 25 છોકરીઓ ગુમ છે. શુક્રવારે સવારે 4 વાગ્યાની આસપાસ પૂરનો કહેર શરૂૂ થયો, જ્યારે 45 મિનિટમાં નદીનું પાણીનું સ્તર 26 ફૂટ વધી ગયું. લેફ્ટનન્ટ ગવર્નર ડેન પેટ્રિકે જણાવ્યું હતું કે ગુમ થયેલા બધા લોકોને જીવિત શોધવા માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. બાકીના બધા કેમ્પર્સ સુરક્ષિત છે અને દિવસભર તેમને ખાલી કરાવી લેવામાં આવ્યા હતા.

Advertisement

કેર કાઉન્ટીના ન્યાયાધીશ રોબ કેલીએ જણાવ્યું હતું કે પૂર એટલું ઝડપથી આવ્યું કે અગાઉથી સ્થળાંતરનો આદેશ આપવો શક્ય નહોતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement