ભારતના હુમલામાં પાકિસ્તાનના 20% વાયુસેનાની માળખાકીય સુવિધાઓ, ફાઈટર જેટનો નાશ થયો
પાકિસ્તાનમાં એક ડઝનથી વધુ લશ્કરી ઠેકાણાઓ પર ભારતના ચોકસાઇવાળા હુમલાઓમાં લગભગ 20 ટકા પાકિસ્તાન વાયુસેનાનાફ માળખાકીય સુવિધાઓ અને અનેક પીએએફ ફાઇટર એરક્રાફ્ટનો નાશ થયો, સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે સશસ્ત્ર ડ્રોન અને મિસાઇલોથી ભારતીય લશ્કરી સ્થાપનો અને નાગરિક વિસ્તારોને નિશાન બનાવવાના પાકિસ્તાનના પ્રયાસોના બદલામાં આ હુમલાઓમાં સરગોધા અને ભોલારી જેવા મુખ્ય દારૂૂગોળા ડેપો અને હવાઈ મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા જ્યાં પીએએફના એફ-16 અને જે-17 ફાઇટર એરક્રાફ્ટ તૈનાત હતા.
સિંધના જામશોરો જિલ્લામાં ભોલારી એરબેઝ પર થયેલા હુમલામાં સ્ક્વોડ્રન લીડર ઉસ્માન યુસુફ અને ચાર એરમેન સહિત 50 થી વધુ લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં PAF ના અનેક ફાઇટર જેટનો નાશ કરવામાં આવ્યો હતો.
ઓપરેશન સિંદૂર દરમિયાન બદલો લેવાના ભાગ રૂૂપે, ભારતે ચકલાલા ખાતે નૂર ખાન, શોરકોટમાં રફીકી, ચકવાલમાં મુરીદ, સુક્કુર, સિયાલકોટ, પસરુર, ચુનિયાન, સરગોધા, સ્કાર્દુ, ભોલારી અને જેકોબાદના લશ્કરી સ્થાપનો અને હવાઈ મથકોને નિશાન બનાવ્યા હતા.હવાઈ હુમલા પહેલા અને પછીના સેટેલાઇટ ચિત્રોમાં જેકોબાબાદમાં શાહબાઝ હવાઈ મથક પર થયેલા વિનાશનું પ્રમાણ દર્શાવવામાં આવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે નિયંત્રણ રેખા પર ભારતીય દળો દ્વારા કરવામાં આવેલા જવાબી ગોળીબારમાં ઘણા આતંકવાદી બંકરો અને પાકિસ્તાની સૈન્યના સ્થળોનો નાશ કરવામાં આવ્યો હતો.ભારતીય લશ્કરી કમાન્ડરોએ અગાઉ કહ્યું હતું કે ભારે ક્રોસફાયરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સેનાએ 35-40 જવાનો ગુમાવ્યા હતા, અને PAF એ થોડા વિમાન ગુમાવ્યા હતા.
સોમવારે, સશસ્ત્ર દળોએ પાકિસ્તાની હવાઈ મથકો અને વિવિધ પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલો પર થયેલા નુકસાનના દ્રશ્ય પુરાવા જાહેર કર્યા હતા જેને ભારતીય હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા સફળતાપૂર્વક અટકાવવામાં આવ્યા હતા અને નાશ કરવામાં આવ્યા હતા.મંગળવારે, ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ ડી.એસ. રાણાએ 70 દેશોના ફોરેન સર્વિસ એટેચીઝને ઓપરેશન સિંદૂરના સફળ સંચાલન વિશે માહિતી આપી હતી.