For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુક્રેનના 17 લાખ સૈનિકો મર્યા: રશિયન હેકર ગ્રુપનો દાવો

05:08 PM Aug 22, 2025 IST | Bhumika
યુક્રેનના 17 લાખ સૈનિકો મર્યા  રશિયન હેકર ગ્રુપનો દાવો

રશિયા સામેના યુધ્ધમાં 25 લાખ ઘરો નાશ પામ્યા, 93 ટકા ઉર્જા મથકોને નુકસાન, ત્રણ લાખથી વધુ લોકો અપંગ

Advertisement

એક રશિયન હેકર ગ્રુપે યુક્રેનિયન આર્મી હેડક્વાર્ટરને ઓનલાઈન હેક કરીને દસ્તાવેજો ચોરી લીધા છે અને સોશિયલ મીડિયા પર લીક કર્યા છે. હેકર ગ્રુપ દ્વારા લીક થયેલા દસ્તાવેજો દર્શાવે છે કે ફેબ્રુઆરી 2022 થી અત્યાર સુધીમાં યુક્રેનના 1.7 મિલિયન એટલે કે 17 લાખ સૈનિકો માર્યા ગયા છે અથવા ગુમ થયા છે. આ સૈનિકોમાં મોટી સંખ્યા 19-24 વર્ષ છે. આ ઉપરાંત યુધ્ધના કારણે 3 લાખથી વધુ લોકો અપંગ બન્યા છે. આ લીક થયેલા દસ્તાવેજ પર યુક્રેનના જનરલ સ્ટાફ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

ખાસ વાત એ છે કે ફેબ્રુઆરી 2022 થી એટલે કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂૂ થયું ત્યારથી બંને દેશોએ ક્યારેય તેમના સંબંધિત સૈનિકોના મૃત્યુના આંકડા શેર કર્યા નથી કે નાગરિક જાનહાનિનો કોઈ આંકડો જાહેર કર્યો નથી. તે ચોક્કસપણે સાચું છે કે બંને દેશો એકબીજાને થયેલા નુકસાનના આંકડા જાહેર કરતા રહે છે.
લગભગ એક વર્ષ પહેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચોક્કસપણે કહ્યું હતું.

Advertisement

કે રશિયન અને યુક્રેનિયન સૈનિકોના મૃત્યુઆંકનો ગુણોત્તર 1:10 છે. એટલે કે, જો એક રશિયન સૈનિક માર્યો જાય તો માર્યા ગયેલા યુક્રેનિયન સૈનિકોની સંખ્યા 10 થાય છે. યુક્રેનનું સંરક્ષણ મંત્રાલય દાવો કરે છે કે અત્યાર સુધીમાં 10 લાખથી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે, પરંતુ રશિયા આ આંકડાને સંપૂર્ણપણે નકારી કાઢે છે, અમેરિકા પણ તેમાં વધુ વિશ્વાસ દર્શાવતું નથી.

આ વર્ષની શરૂૂઆતમાં સંયુક્ત રાષ્ટ્ર સંબંધિત એક અહેવાલ બહાર આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે છેલ્લા ત્રણ વર્ષમાં રશિયા-યુક્રેન યુદ્ધમાં લગભગ 25 લાખ ઘરો નાશ પામ્યા છે અને 17.60 હજાર કરોડ ડોલર એટલે કે 15 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે.

આ ઉપરાંત 93 ટકા ઉર્જા ક્ષેત્રોને નુકસાન થયું છે. યુનાઇટેડ નેશન્સ (ઞગ) એ વિશ્વ બેંક, યુરોપિયન યુનિયન (ઊઞ) અને યુક્રેનિયન સરકારની મદદથી યુદ્ધગ્રસ્ત યુક્રેન પર રેપિડ ડેમેજ એન્ડ નીડ એસેસમેન્ટ (છઉગઅ) નામનો રિપોર્ટ બહાર પાડ્યો હતો. રિપોર્ટ અનુસાર, એવો અંદાજ છે કે ટેન્ક, મિસાઇલ અને તોપખાનાના ગોળાઓ દ્વારા સંપૂર્ણપણે નાશ પામેલા યુક્રેનના પુન:સ્થાપન અને પુનર્નિર્માણ માટે આગામી દાયકામાં 52.40 હજાર કરોડ ડોલર (લગભગ 46 લાખ કરોડ) થી વધુ ખર્ચ કરવામાં આવશે.

યુધ્ધ સમાપ્ત કરવા પુતિનની 3 શરત

રશિયન રાષ્ટ્રપતિ પુતિન યુક્રેન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે સંમત થયા છે. પરંતુ તેમણે યુક્રેન માટે 3 શરતો મૂકી છે. અહેવાલ મુજબ, પુતિને શરતો મૂકી છે કે યુક્રેન પૂર્વીય ડોનબાસ પ્રદેશ સંપૂર્ણપણે છોડી દે, નાટોમાં જોડાવાની ઇચ્છા છોડી દે અને તટસ્થ રહે, પશ્ચિમી સૈનિકોને દેશમાં પ્રવેશવા ન દે. રશિયાની ત્રણેય શરતો સ્વીકારવી યુક્રેન માટે મુશ્કેલ માનવામાં આવે છે. જોકે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી કરારના પક્ષમાં સંમત થયા હતા. યુદ્ધવિરામની માંગ પર ઝેલેન્સકીએ યુક્રેન માટે કેટલીક સુરક્ષા ગેરંટી માંગી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement