For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેનેડામાં ભારતીય રાજદ્વારીઓને ધમકાવવામાં આવ્યા છતાં કાર્યવાહી ન થઈ: જયશંકર

11:36 AM Feb 27, 2024 IST | Bhumika
કેનેડામાં ભારતીય રાજદ્વારીઓને ધમકાવવામાં આવ્યા છતાં કાર્યવાહી ન થઈ  જયશંકર
  • સાન ફ્રાન્સિસ્કોમાં દૂતાવાસ પર હુમલાના ગુનેગારોને અમેરિકા પકડે: વિદેશ પ્રધાન

વિદેશ મંત્રી એસ. જયશંકરે કાલે કહ્યું હતું કે ભારત ગયા વર્ષે લંડનમાં તેના હાઈ કમિશન અને સાન ફ્રાન્સિસ્કોમાં વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલામાં સામેલ ગુનેગારોની તેમજ કેનેડામાં ભારતીય રાજદ્વારીઓને ધમકાવવામાં સામેલ ગુનેગારોની ધરપકડ કરવાની આશા રાખે છે. તેમની સામે પગલાં લેવામાં આવશે. વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતે કેનેડાને વિઝા આપવાનું સ્થગિત કરવું પડ્યું કારણ કે તેના રાજદ્વારીઓને વારંવાર પવિવિધ રીતે ડરાવવા અને ધમકાવવામાં આવ્યા હતાથ અને અમે જોયું કે ‘તે સમયે કેનેડિયન સિસ્ટમ તરફથી બહુ ઓછી કાર્યવાહી કરવામાં આવી હતી.’

Advertisement

ભારતે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડિયન નાગરિકોને વિઝા આપવાનું કામચલાઉ ધોરણે સ્થગિત કરી દીધું હતું. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની ‘સંભવિત’ સંડોવણીનો આક્ષેપ કર્યાના થોડા દિવસો બાદ દેશે આ પગલું લીધું હતું. જો કે, થોડા અઠવાડિયા પછી વિઝા સેવાઓ ફરી શરૂૂ થઈ. ભારતે ટ્રુડોના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા.
ભારત આગ્રહ કરી રહ્યું છે કે કેનેડા સાથેનો તેનો ‘મુખ્ય મુદ્દો’ તે દેશમાં અલગતાવાદીઓ, આતંકવાદીઓ અને ભારત વિરોધી તત્વોને આપવામાં આવેલી જગ્યા છે. એસ જયશંકરે કહ્યું, ‘અમને આશા છે કે સાન ફ્રાન્સિસ્કોમાં અમારા કોન્સ્યુલેટ પર હુમલાના ગુનેગારોને સજા મળશે. અમે લંડનમાં અમારા હાઈ કમિશન પર હુમલો કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ અપેક્ષા રાખીએ છીએ. અમે અમારા રાજદ્વારીઓને (કેનેડામાં) ધમકી આપનારાઓ સામે કાર્યવાહીની અપેક્ષા રાખીએ છીએ.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement