For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડોદરામાં ચાલુ ક્લાસે વર્ગખંડની દીવાલ અચાનક થઇ ઘરાશાયી, વિદ્યાર્થીઓ નીચે પટકાયા, જુઓ વિડીયો

10:24 AM Jul 20, 2024 IST | Bhumika
વડોદરામાં ચાલુ ક્લાસે વર્ગખંડની દીવાલ અચાનક થઇ ઘરાશાયી  વિદ્યાર્થીઓ નીચે પટકાયા  જુઓ વિડીયો
Advertisement

વડોદરામાં શાળાની દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. વડોદરાના વાઘોડિયા પાસે આવેલી શ્રી નારાયણ શાળામાં અચાનક વર્ગખંડની દિવાલ ધરાશાઈ હતી. આ ઘટનાને લઈને સ્કૂલમાં દોડધામ મચી હતી.દિવાલ ધરાશાયી થતા 6 વિદ્યાર્થીઓ પટકાયા હતા અને 2 વિદ્યાર્થીને ઈજા થઈ હતી. આ ઘટનાના CCTV સામે આવ્યા છે.

વડોદરાની નારાયણ સ્કૂલમાં ચાલુ ક્લાસ દરમિયાન દિવાલ ધરાશાઈ થવાની ઘટના બની હતી. આ ઘટનાનો વિડીયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલા થયો છે. દિવાલ ધરાશાઈ થતા 6 વિદ્યાર્થીઓ નીચે પટકાય છે. શાળા સંચાલકોએ કહ્યું કે, રિશેષ દરમિયાન દિવાલ પડી હતી અને માત્ર એક જ વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા જિલ્લાના વાઘોડિયા પાસે નારાયણ શાળામાં ગઈ કાલે ચાલુ ક્લાસે એકાએક રૂમની દિવાલ ધરાશાઈ હતી. દીવાલ પડતા ૬ વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. આ બનાવની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં બાળકોની કેટલીક સાયકલો દટાઈ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement