For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તારી જિંદગી બરબાદ કરી નાખીશ: ધરાર પ્રેમીએ નર્સને આપી ધમકી

04:23 PM Jul 25, 2024 IST | admin
તારી જિંદગી બરબાદ કરી નાખીશ  ધરાર પ્રેમીએ નર્સને આપી ધમકી

સંબંધ રાખવાનું દબાણ કરી બંન્ને બહેનોને અભદ્ર મેસેજ કર્યા: ભાવનગરનો શખ્સ હાથવેંતમાં

Advertisement

કોઠારીયા સોલવન્ટ નજીકના વિસ્તારમાં રહેતી 23 વર્ષીય નર્સ અને તેની નાની બહેનને વોટસએપમાં અભદ્ર મેસેજ અને અભદ્ર ફોટા મોકલનાર ભાવનગરના શાહનવાઝ અયુબભાઈ શેખ (ઉ.વ.28) સામે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

રાજકોટની એક હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી યુવતીએ પોલીસને ફરિયાદમાં જણાવ્યું કે,તેની નાની બહેન સાથે સાતેક મહિનાથી આરોપી શાહનવાઝ (રહે. સીફા ટાવર, મોખડાજી સર્કલ, લીમળીયુ, ભાવનગર) વોટસએપ દ્વારા વાતચીત કરતો હતો.આરોપી તેની બહેન સાથે મિત્રતા કેળવવા માંગતો હતો પરંતુ તેણે ના પાડી દીધી હતી. ત્યાર બાદ ગઈ તા.ર ના તેના વોટસએપમાં અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો અને તમે કઈ હોસ્પિટલમાં નોકરી કરો છો વગેરે માહિતી પૂછતો હતો.એટલું જ નહીં અભદ્ર મેસેજ પણ કર્યા હતા.

Advertisement

આથી તેનો જવાબ નહીં આપી નંબર બ્લોક કરી નાખ્યો હતો.અઠવાડીયા બાદ તેની નાની બહેનના વોટસએપણમાં પણ અજાણ્યા નંબર પરથી જ અભદ્ર મેસેજ અને ફોટા મોકલાયા હતા. તેમજ તેના વોટસએપમાં પણ અભદ્ર ફોટા અને મેસેજ મોકલી તારી લાઈફ બરબાદ નો કરી દઉતો કેજે તેવી ધમકી આપી હતી.આથી આ અંગે સાયબર ક્રાઈમ પોલીસમાં જાણ કરતાં પોલીસે મેસેજ મોકલનાર શખ્સ વિશે તપાસ કરતા તે આરોપી શાહનવાઝ હોવાનું ખુલતાં પી.આઈ. કે.જે. મકવાણા અને હેડ કોન્સ્ટેબલ દિપક પંડિતે તેની સામે ગુનો દાખલ કરી ધરપકડની કાર્યવાહી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement