રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

એસ્ટ્રોન ચોક પાસે ‘હિટ એન્ડ રન’ : દંપતીને ફંગોળી તબીબ કાર લઇ ભાગી ગયા, ગુનો નોંધાયો

04:55 PM Dec 29, 2023 IST | Sejal barot
Advertisement

શહેરમાં રોજરોજ અકસ્માત થતાં રહે છે.આ અકસ્માત સર્જનાર વાહન ચાલક માનવતા નેવે મુકી વાહન લઈ ભાગી પણ જાય છે.ત્યારે આવા જ એક બનાવમાં કાર લઈને નીકળેલા તબીબે ગાંધીગ્રામના મહિલા અને તેમના પતિ એક્ટીવા પર બેસીને મંદિરે દર્શન કરવા જતાં હતાં ત્યારે એસ્ટ્રોન ચોક નજીક ઢાળ પર કારની ઠોકરે ચડી જતાં બંને ફંગોળાઈ ગયા હતાં.આ અકસ્માતમાં મહિલાના હાથ-પગમાં ફ્રેકચર થઈ ગયા હતાં અને ચાર દાંત પડી ગયા હતાં.જ્યારે તેમના પતિને પણ ઈજાઓ થઈ હતી.અકસ્માત સર્જી કાર ચાલક કાર લઈને ભાગી ગયા હતા.તેના નંબરના આધારે તપાસ થતાં તે ચાલક ડોક્ટર હોવાનું જાણવા મળતા તેના વિરૂૂધ્ધ ગુનો નોંધાવાયો છે.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે ગાંધીગ્રામ એસકે ચોક નટરાજ કોમ્પલેક્સ પહેલા માળે ફ્લેટ નં. 101માં રહેતાં હંસાબેન ભરતભાઈ રાઠોડ (ઉ.વ.55)ની ફરિયાદ પરથી કાર નં. જીજે03 એલએમ 7565ના ચાલક પ્રકાશભાઈ રાબડીયા વિરૂૂધ્ધ ગુનો નોંધ્યો છે.હંસાબેને જણાવ્યું છે કે,હું અને મારા પતિ ભરતભાઈ જેસીંગભાઈ રાઠોડ અમારા વાહનમાં બેસી 25મીએ લક્ષ્મીવાડીમાં ખોડિયાર માતાના મંદિરે દર્શને જઈ રહ્યા હતાં.આ વખતે મહિલા કોલેજથી એસ્ટ્રોન તરફ જતાં રસ્તાનો ઢાળ ચડતાં અમારા ટુવ્હીલરને કારે ઠોકરે મારી દેતાં અમે બંને રસ્તા પર ફેંકાઇ ગયા હતાં.
મારા પતિએ કારના નંબર જોઈ લીધા હતાં.અકસ્માત સર્જી કાર ચાલક કાર લઈ ભાગી ગયો હતો.લોકોએ 108 બોલાવતાં અમને બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.પતિને પ્રાથમિક સારવાર અપાઈ હતી.મને વધુ ઇજા હોઈ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મને હાથના કાંડામાં, ડાબા પગના ઘૂંટણની ઢાંકણી અને સથનમાં એમ ત્રણ ફ્રેક્ચર આવ્યા છે. તેમજ કપાળ,ડાબી આંખ ઉપર,ગાલ ઉપર ઇજા થઇ છે. અને ઉપરના તથા નીચેના મળી કુલ ચાર દાંત પડી ગયા છે.કાર નંબરને આધારે અમે તપાસ કરતાં એ કાર પ્રકાશભાઈ રાબડીયાની હોવાનું અને તેઓ ડોક્ટર હોવાનું અમને જાણવા મળ્યું હતું.પહેલા તેમણે સમાધાનની વાત કરી હતી.પણ હવે તેઓ ખર્ચ આપતાં ન હોઈ અમારે ફરિયાદ નોંધાવવી પડી છે.આ અંગે એ-ડિવીઝન પીઆઈ ડી.એમ.હરીપરાની રાહબરીમાં હેડકોન્સ. ભાવેશભાઈ વસવેલીયાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Tags :
AstronChowkHit and runnearrajkot
Advertisement
Next Article
Advertisement