For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં સીડીકાંડ ધૂણતા ભાજપના ઉમેદવારને પ્રચાર ઉપર હાઇકમાન્ડની બ્રેક ?

04:18 PM Mar 23, 2024 IST | Bhumika
અમદાવાદમાં સીડીકાંડ ધૂણતા ભાજપના ઉમેદવારને પ્રચાર ઉપર હાઇકમાન્ડની બ્રેક
  • સીડી લઇને વિરોધીઓ દિલ્હી પહોંચ્યા, કોંગ્રેસની ટિકિટ ફગાવનાર નેતાને લોટરી લાગશે

શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી ભાજપમાં એક સીડી પ્રકરણ બહાર આવ્યું હોવાની ગુજરાતમાં ચર્ચાઓ જામી છે. અમદાવાદની નજીકની બેઠકના એક ઉમેદવાર સામે દિલ્હી સુધી ફરિયાદો ગયા બાદ નેતાજીને પ્રચાર બંધ કરવાનો આદેશ કરાયો છે. સૂત્રો એમ પણ કહી રહ્યાં છે કે ઉમેદવાર બદલાઈ રહ્યાં છે. આગામી દિવસોમાં ભાજપ કેવો નિર્ણય લેશે એની પર મોટો મદાર છે પણ આજે ગુજરાત ભાજપમાં સીડી પ્રકરણે ભારે ચર્ચામાં છે. સીડીકાંડના પગલે હાલમાં જ કોંગ્રેસની ટીકીટ ફગાવીને રાજીનામું આપનારા નેતાને ભાજપની ટીકીટ મળવાના સંજોગો બની રહ્યા છે.

Advertisement

અમદાવાદની નજીકની એક બેઠકના ઉમેદવારનું સીડી પ્રકરણ દિલ્હી સુધી પહોંચતાં ચર્ચા એવી છે કે નેતાજીને પ્રચાર બંધ કરી દેવાનો આદેશ કરાયો છે. સ્થાનિક નેતાઓ જ સીડી લઈને દિલ્હી પહોંચી નેતાજીના વટાણા વેરી દેતાં દિલ્હી હાઈકમાન્ડ પણ હચમચ્યું છે. જોકે, આ મામલે સૌએ ચૂપકીદી સાધી લીધી છે પણ ગુજરાત ભાજપમાં આજે આ મામલો હોટ ટોપિક બન્યો છે. આગામી દિવસોમાં આ પ્રકરણમાં કડાકા ભડાકા થાય તો પણ નવાઈ નહીં. ભાજપ કહે છે કે કોઈ કકળાટ નથી પણ અંદરો અંદરની ખેંચતાણ છેક સીડી પ્રકરણ સુધી પહોંચી છે. વર્ષો પહેલાં એક સીડી પ્રકરણ ગાજ્યું હતું હવે લોકસભાની ચૂંટણી પહેલાં ફરી સીડી પ્રકરણે ભાજપના નેતાજીની ઉંઘ હરામ કરી દીધી છે. આ સીડીકાંડના પગલે હમણાં જ કોંગ્રેસનો હાથ છોડેલા એક નેતાને ભાજપ માંથી ચૂંટણી લડાવવાની શક્યતાઓ વ્યક્ત કરાઇ છે. વાત એવી પણ છે કે ભાજપ ઉમેદવાર પણ બદલી શકે છે. ભાજપના સ્થાનિક નેતાઓ જ સીડી લઈને પહોંચતાં આ મામલો ભારે ગરમાવો પકડી રહ્યો છે. નેતાજીને ભાજપે રીપિટ કરતાં સ્થાનિકમાં કકળાટ શરૂૂ થયો હતો. એમાંયે નેતાજીની સીડી મળી આવતાં આગેવાનોએ ભવિષ્યમાં ભાજપ બદનામ ન થાય એ માટે પાણી પહેલાં પાળ બાંધી લીધી હતી. ભાજપ પણ આ મામલે સક્રિય થયું છે. હવે આગામી દિવસોમાં નેતાજી બદલાય છે કે કેમ એ એ ચર્ચાનો વિષય બન્યો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement