રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઝોનલ કોન્ટ્રાક્ટરોની સોમવારથી આવશ્યક સેવા ખોરવી નાખવાની ધમકી

03:58 PM Jul 20, 2024 IST | admin
Advertisement

જીએસટી અને પ્રોફેશનલ ટેક્સ મુદ્દે બુધવારથી હડતાળ પર ઉતરેલા 108 ઝોનલ કોન્ટ્રાક્ટરો લડી લેવાના મૂડમાં

Advertisement

મહાનગરપાલિકા દ્વારા વોર્ડવાઈઝ પેવીંગ બ્લોક, ફૂટપાથ, પાણી વિતરણ, ડ્રેનેજ સહિતના કામો માટે ઝોનલ કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવ્યું છે. એક વોર્ડમાં 6 લેખે હાલ 108 કોન્ટ્રાક્ટરો 18 વોર્ડમાં કામ કરી રહ્યા છે. પરંતુ જીએસટીમાં 6 ટકાનો વધારો અને કોન્ટ્રાક્ટરોના માણસોનો વ્યવસાયવેરો ભરવાનો નિયમ અમલમાં મુકાતા તમામ કોન્ટ્રાક્ટરો એ બુધવારથી આ મુદ્દે હડતાલ પર ઉતરી પાણી વિતરણ અને ડ્રેનેજના કામ સિવાયના તમામ કામો બંધ કરી દીધા છે. અને હવે માંગણી ન સંતોષાતા સોમવારથી તમામ આવશ્યક સેવાઓ ખોરવી નાખવાની આજે ચિમકી આપી છે. આથી હવે વાલ ખોલવાની કામગીરી બંધ થતાં પાણી વિતરણ વ્યવસ્થા અને ડ્રેનેજનું કામ બંધ થતાં રોડ ઉપર ગટરના પાણીઓ વહેતા જોવા મળે તેવો ભય ઉભો થયો છે.

કોર્પોરેશનના તમામ 18 વોર્ડના 108 ઝોનલ કોન્ટ્રાક્ટર અને ટેન્ડર કોન્ટ્રાક્ટર હડતાલ પર ઉતરી ગયા છે. છેલ્લા ત્રણેક દિવસથી અનેક કામગીરી બંધ છે.માનવતાવાદી અભિગમ દાખવી કોન્ટ્રાક્ટર દ્વારા પાણી વિતરણ અને ડ્રેનેજ ફરિયાદ નિકાલની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. જોકે કોર્પોરેશનના અધિકારીઓ પર હડતાલની કોઈ અસર પડી ન રહી હોય કોન્ટ્રાક્ટર હોય આગામી સોમવારથી ઇમરજન્સી સેવાઓ ખોરવી નાખવાની ચીમકી ઉચ્ચારી છે.

રાજકોટ કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર આપવામાં આવ્યો છે જેમાં તેઓએ જણાવ્યું છે કે.કોર્પોરેશન દ્વારા આરસી પ્રોફેશનલ ટેક્સ લાગુ કરવામાં આવ્યો હોય જેના ભાગરૂૂપે અમોને ત્રણ મહિના અગાઉ જાણ કરવામાં આવી હતી. અને અમારી પાસેથી 2006થી અત્યાર સુધીની રકમ ઉઘરાવવાની માંગણી કરાઈ છે.જે ગેરવ્યાજબી હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા તમામ પ્રકારના કામ બંધ કરી હડતાલ પર ઉતરી ગયા છે. જેમાં પાણીના વાલ ખોલ-બંધ કરવાની તેમજ ડ્રેનેજની ફરિયાદ નિકાલની કામગીરી હાલ ચાલુ રાખવામાં આવી છે.પરંતુ અમારી વાતને ન્યાય ન મળતા હવે સોમવારથી આ બંને કામગીરી બંધ કરી દેવામાં આવશે તેઓએ પોતાની માગણી કમિશનર સમક્ષ વર્ણવતા જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષથી એટલે કે એક એપ્રિલથી આરસી પ્રોફેશનલ ટેક્સ લાગુ કરવો જોઈએ અને 27મી મેના રોજ જે પરિપત્ર પ્રસિદ્ધ કરાયો છે તેને પણ રદ કરી દેવો જોઈએ. જુના નાણાકીય વર્ષ 2021થી23 દરમિયાન જીએસટી સ્લેબ 12% થી વધી 18% કરાયો છે.તેની ડિફરન્સની છ ટકાની રકમ પણ મહાપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને પરત કરવી જોઈએ.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsRMC
Advertisement
Next Article
Advertisement