For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જિલ્લા પંચાયત કચેરીની તા.15મી ઓગસ્ટથી સ્થળાંતરની કામગીરી શરૂ

05:14 PM Aug 06, 2024 IST | Bhumika
જિલ્લા પંચાયત કચેરીની તા 15મી ઓગસ્ટથી સ્થળાંતરની કામગીરી શરૂ
Advertisement

રાજકોટ જિલ્લા પંચાયતની રેસકોર્ષ નજીક યાજ્ઞિક રોડ પર આવેલ વર્ષો જૂનું બિલ્ડીંગ તોડી પાડીને ત્યાં રૂપિયા 35 કરોડના ખર્ચે નવું આધુનિક સાધન સુવિધાસભર બિલ્ડીંગ બનાવવાના પ્રોજેક્ટના એક ભાગરૂપે વર્તમાન બિલ્ડીંગ ખાલી કરવામાં આવશે અને તેનું મોચી બજાર નજીક આવેલ જુના કોર્ટ બિલ્ડીંગમાં સ્થળાંતર કરવામાં આવશે.લોકસભાની ચૂંટણી જાહેર થઈ તે પહેલા જ આચારસંહિતા લાગુ પડે તેના આગલા દિવસે નવા બિલ્ડિંગના 35 કરોડના કામના કોન્ટ્રાક્ટ અપાઈ ગયા હતા અને આચારસંહિતાના સમયગાળા દરમિયાન નવા બિલ્ડીંગનું કામ શરૂૂ થાય તે માટે તૈયારી શરૂૂ કરવામાં આવી હતી.

પરંતુ જુના કોર્ટ બિલ્ડીંગનો કબજો મેળવવામાં વિલંબ થતા હજુ સુધી કામગીરી શરૂૂ થઈ નથી. આગામી તારીખ 15 ઓગસ્ટ થી સ્થળાંતરની કામગીરી શરૂૂ કરવામાં આવશે અને પ્રથમ તબક્કામાં સિંચાઈ ખેતી અને પશુપાલન જેવી શાખાઓનું સ્થળાંતર કરવામાં આવશે બીજા તબક્કામાં પંચાયત વિકાસ અને મહેસુલ જેવી શાખાઓનું સ્થળાંતર કરવાની ગણતરી માંડવામાં આવે છે.

Advertisement

નવા બિલ્ડીંગના ભૂમિ પૂજન માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને વિધિવત આમંત્રણ આપવા માટે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી સહિતની ટીમ આગામી દિવસોમાં રૂૂબરૂૂ ગાંધીનગર જવાની છે. તે પૂર્વે સ્થળાંતરની થોડી ઘણી કામગીરી અત્યારથી જ શરૂૂ કરી દેવામાં આવી છે.

જિલ્લા પંચાયતના સુત્રોના જણાવ્યા મુજબ પદાધિકારીઓની ચેમ્બરનું શીફટિંગ હાલના તબક્કે કરવામાં નહીં આવે પરંતુ તે થોડા સમય પછી કરવામાં આવશે. આમ આગામી દિવસોમાં જિલ્લા પંચાયતનો વહીવટ બે સ્થળેથી હાથ ધરાઈ તેવી વાતો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement