કેસરી પુલ પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા રૂખડિયાપરાના યુવકનું મોત
શહેરમાં રૂૂખડિયાપરા વિસ્તારમાં રહેતો જાવેદ સબીરભાઈ શેખ નામનો 24 વર્ષનો યુવાન સાંજના છએક વાગ્યાના અરસામાં કેસરીહિન્દ પૂલ નજીક આવેલ બગીચા પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો યુવકને સારવાર માટે તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલે ખાતે ખસેડાયો હતો જ્યાં તેનું મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન ચાર ભાઇમાં વચ્ચેટ હતો અને તેને સંતાનમાં એક પુત્ર છે અને તેના હાલ છુટાછેડા થઈ ગયા છે. માનસિક બીમારીના કારણેથી ઘરેથી નીકળી જતો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં કોઠારીયામાં આવેલ વીર માયાનગરમાં રહેતા જશુબેન લાભુભાઈ સાગઠીયા નામના 75 વર્ષના વૃદ્ધા સાત દિવસ પૂર્વે પોતાના ઘરે હતા ત્યારે જાત જલાવી લીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.