For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાવરકુંડલામાં યુવાનની બ્રિજ પરથી લાશ મળી, તેનું બાઈક બ્રિજ નીચેથી મળ્યું

12:33 PM Oct 03, 2024 IST | Bhumika
સાવરકુંડલામાં યુવાનની બ્રિજ પરથી લાશ મળી  તેનું બાઈક બ્રિજ નીચેથી મળ્યું
Advertisement

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાબાપુર ગામ પાસે આવેલા બ્રીજ ઉપર એક યુવાનની લાશ મળી આવી હતી. તેમજ પોલીસે તપાસ કરતા પુલ નીચેથી તેનું બાઈક મળી આવ્યું હતું. બનાવ શંકાસ્પદ લાગતા યુવાનની લાશને ફોરેન્સીક પોસ્ટમોટર્મ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. બનાવ અકસ્માતનો હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ પોલીસે અભિપ્રાય આપ્યો હતો.

બનાવની વિગતો મુજબ અમરેલીના સાવરકુંડલામાં રહેતા રહેમત ઈન્દ્રસિંહ મહેડા નામનાો 35 વર્ષનો યુવાન ગઈ તા. 29ના રોજ રાત્રીના સમયે સાવરકુંડલા રોડ ઉપર આવેલા બાબાપુર ગામના પાટિયા પાસે બ્રીજ ઉપર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement