For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નંદાણા ગામે પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા તરુણનું અપમૃત્યુ

11:46 AM Jul 29, 2025 IST | Bhumika
નંદાણા ગામે પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા તરુણનું અપમૃત્યુ

કલ્યાણપુર તાલુકાના રહીશ અને હાલ ભાણવડ તાલુકાના રાણપર ગામે રહેતા પ્રતાપભાઈ નાથાભાઈ જાડેજા નામના 38 વર્ષના ડફેર યુવાનનો 16 વર્ષનો પુત્ર અનિલ ગઈકાલે સોમવારે બપોરના આશરે ત્રણ વાગ્યાના સમયે કલ્યાણપુરથી આશરે 24 કિલોમીટર દૂર નંદાણા ગામે જિલ્લારી સીમ વિસ્તારમાં આવેલા એક પાણી ભરેલા ખાડામાં ડૂબ્યો હતો. આ અંગેની જાણ સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને કરવામાં આવતા જિલ્લા ફાયર અધિકારી મીતરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ફાયરની ટીમે આ સ્થળે દોડી જઈ, લાંબી જહેમત બાદ અનિલના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો.

Advertisement

આ બનાવ અંગેની જાણ મૃતક અનિલના પિતા પ્રતાપભાઈ નાથાભાઈ જાડેજાએ કલ્યાણપુર પોલીસને કરી છે. જે અંગે પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી. માસુમ તરુણના અપમૃત્યુના આ બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement