માલધારી ફાટક પાસે ટ્રેન અડફેટે યુવાનનું મોત : વાલીવારસની શોધખોળ
શહેરમા કોઠારીયા સોલવન્ટ ફાટક નજીક આવેલ માલધારી ફાટક પાસે આશરે રપ વર્ષનો યુવાન ટ્રેનની ઠોકરે ચડી જતા મોત નીપજયુ હતુ. પોલીસે મૃતક યુવકનાં વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શહેરમા કોઠારીયા સોલવન્ટ ફાટક નજીક આવેલ માલધારી ફાટક પાસે આશરે રપ વર્ષનો યુવાન ટ્રેનની ઠોકરે ચડી જતા ઇજાગ્રસ્ત હાલતમા પડયો હતો . યુવકને સારવાર માટે સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવ્યો હતો જયા તેનુ મોત નીપજતા પોલીસે મૃતક અજાણ્યા યુવકનાં વાલી વારસની શોધખોળ હાથ ધરી બનાવ અકસ્માતનો કે આપઘાતનો ? તે અંગે તપાસનો દોર લંબાવ્યો છે.
આ ઉપરાંત બીજા બનાવમા રૈયા રોડ પર આવેલ જીવનનગરમા રહેતા સંગીતાબેન કીરીટભાઇ સોલંકી નામની ર4 વર્ષની યુવતી પોતાનાં ઘરે હતી. ત્યારે સંધ્યા ટાણે કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ લીધો હતો યુવતીને બેશુધ્ધ હાલતમા તાત્કાલીક સારવાર માટે ખાનગી બાદ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.