રાજકોટમાં આપનો સફાયો, અનેક આગેવાનોના કેસરિયા
શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાની એક સંયુક્ત અખબારીયાદીમાં જણાવાયું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આગામી લોકસભાની ચુંટણીમાં ભવ્ય વિજય થાય તે માટે ભારતીય જનતા પાર્ટી સતત કામગીરી કરી રહી છે અને ભાજપ પક્ષની વિચારધારા સમગ્ર વિશ્વમાં વખાણાઈ રહી છે ત્યારે રાજકોટ શહેરના આપ પાર્ટીના આગેવાનો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ અને દેશના વિકાસ કાર્યોમાં સહભાગી બનવા ભાજપની વિચારધારા સાથે જોડાયા હતા આ તકે પ્રત્યુતર આપતા માલધારી સમાજના આગેવાના રઘુભાઈ ચાવડા, કરણ ધોળકીયા તેમજ આપના દિપક લહેરૂૂએ જણાવ્યું હતુ કે છેલ્લાં 10 વર્ષથી દેશમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વાળી ભાજપા સરકાર કાર્યરત છે ત્યારે હંમેશા તેઓએ છેવાડાના માનવીને પ્રાથમિક સુવિધા મળે તેની ચિંતા કરી છે. અને ભાજપ એ રાષ્ટ્રવાદની વિચારધારા સાથે પક્ષ છે ત્યારે પાર્ટીનો કાર્યકર્તા દેશનું ગૌરવ વધે, દેશનું સ્વાભિમાન વધે તે દિશામાં કાર્યરત રહયો છે ત્યારે ખરા અર્થમાં સૌનો સાથ અને સૌના વિકાસના મંત્રને સાર્થક કર્યો છે આ તકે પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ સહિતના ઉપસ્થિત રહી તમામને પાર્ટીમાં આવકારી કેશરીયો ખેસ ધારણ કરાવ્યો હતો ત્યારે રઘુભાઈ ચાવડા અને કરણભાઈ ધોળકીયા સાથે સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આપ પાર્ટીના દિપક લહેરૂૂ સાથે સંજય ઢોલરીયા, જીજ્ઞેશ અસનાની, અલ્પેશ જોષી, વિપુલ જાની, વિવેક રૈયાણી, ચેતન પટેલ, કિરીટભાઈ જોષી સહિતના જોડાયા હતા.