નડતર દૂર કરવા તારી દીકરીને મારી સાથે સંબંધ બાંધવા પડશે : ભૂવાની ધરપકડ
મહિલા અને તેની 17 વર્ષની સગીર દિકરીને ઘરમાંથી નડતર દુર કરવા વિધી કરવાના બહાને ગોંડલના 75 વર્ષના ભુવાએ હવે તારે મારી સાથે આખી જિંદગી સંબંધ રાખવો પડશે અને તારી આ દિકરીને મારી સાથે પાંચ વખત શરીરસંબંધ બાંધવો પડશે, નડતર દૂર કરવાની આ જ વિધી છે તેમ કહેતા મા-દિકરી ચોંકી ગયા હતાં. જો કે જાગૃત દિકરીને પહેલેથી જ ભુવાની દાનત પર શંકા હોઇ તેણે રૂૂમમાં જતાની સાથે જ છુપી રીતે મોબાઇલમાં વિડીયો રેકોર્ડીંગ ચાલુ કરી દીધુ હતું. ભુવાએ રૂૂમ બંધ કરતાં જ સગીરાએ પોલીસને બોલાવી લીધી હતી. પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કહેવાતા ભુવાની ધરપકડ કરી છે.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રહેતાં એક પરિવારના મહિલા તેની 17 વર્ષની દિકરીને લઇને ગોંડલ પ્રસંગમાં ગયા હતાં. જ્યાં તેમની મુલાકાત 75 વર્ષના ભુવા રત્ના રાણાભાઇ ડાભી સાથે થઇ હતી. મહિલાએ પોતાની દિકરીનો મગજ ગરમ હોઇ અને ઘરમાં પોતાને પણ પતિ સાથે તકરાર ચાલતી હોઇ તેવું કહી નિવારણ કરવાનું કહેતાં ભુવાએ તમારા ઘર પર કોઇએ વશીકરણ કર્યુ છે એટલે આ બધી તકલીફો થાય છે. આ સમસ્યામાંથી બહાર નીકળવા માટે તમારે મારી પાસે વિધી કરાવવી પડે તેમ કહેતાં મહિલા ઘરમાં શાંતિ સ્થપાય તે માટે વિધી કરાવવા તૈયાર થઇ ગયા હતાં.
એ રાતે જ ભુવો રત્ના ડાભી રાજકોટ પોતાની વિધી કરવાની કહેવાતી સામગ્રીઓ સાથે આવી ગયો હતો. રૂૂમમાં તેણે મહિલાને અને તેની 17 વર્ષની દિકરીને બેસાડી અમુક કહેવાતા મંત્રોચ્ચાર વગેરે કર્યુ હતું. બાદમાં તેણે મહિલાને કહેલું કે તારા પતિને વશીકરણમાંથી મુક્ત કરવા માતાજીનું કાર્ય કરવું પડે અને આ કામ માટે રૂૂપિયા પંદર હજાર થશે. તેમજ તારી દિકરીની અલગથી વિધીના છ હજાર થશે. આ ઉપરાંત બીજી અગત્યની વિધી પણ કરવી પડશે તેમ કહ્યું હતું.
મહિલા અને તેની દિકરી વિધી માટે રૂૂમમાં ગયા ત્યારે જ સગીર દિકરીને ભુવાના ઇરાદા પર શંકા ઉપજતાં તેણીએ છુપી રીતે મોબાઇલ ફોનનો વિડીયો રેકોર્ડ મોડ ચાલુ કરી દીધો હતો. ભુવાએ પહેલા તો વિધીના પૈસા માંગતા મહિલાએ રોકડા ચોૈદ હજાર મુક્યા હતાં. એ પછી ભુવાએ પોત પ્રકાશ્યું હતું અને કહ્યું હતું કે વિધી માટે તારી દિકરીને મારી સાથે પાંચ વખત શરીર સંબંધ બાંધવા પડશે અને તારે પણ આખી જિંદગી મારી સાથે સંબંધ રાખવો પડશે. આ સાંભળી મા-દિકરી ચોંકી ગયા હતાં. ભુવાએ તારી દિકરીની પહેલી વિધી આજે અત્યારે જ કરવાની છે તેમ કહી રૂૂમનો દરવાજો બંધ કરતાં જ સગીર દિકરીએ પોલીસને ફોન કરતા પોલીસ પહોંચી ગઇ હતી અને ભુવા સહિતનાને પોલીસ સ્ટેશને લાવી ભુવા વિરૂૂધ્ધ આઇપીસી પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.