મોરબીમાં પેપરમિલમાં મશીનમાં આવી જતા શ્રમિક યુવાનનું મોત
મુળ ઉતરપ્રદેશના વતની અને હાલ મોરબીના લીલાપર રોડ પર આવેલ રાધેશ્યામ પેપર મીલમાં રહેતા વિવેક જમાહીરલાલ ચમાર (ઉ.વ.19) નામનો યુવક રાધેશ્યામ પેપર મીલમાં કામ કરતો હોય તે વખતે મશીનમાં પડી જતા ગંભીર ઈજા પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે મોટી બરાર ગામ થી નવાગામ જવાના કાચા રસ્તે જાહેરમાં ગંજીપના વડે પૈસા વતી પૈસાની હારજીતનો જુગાર રમતા હોય જે જગ્યાએ સફળ રેઇડ કરી કુલ છ ઇસમો ચંદુભાઇ પ્રભુભાઇ ગામી રહે.ભાવપર તા.માળીયા, જયદીપસીંહ રણજીતસીંહ જાડેજા રહે, ભાવપર, રમેશભાઇ મગનભાઇ સરડવા રહે. સરવડ, કાળુભાઇ વાઘાભાઇ હુંબલ રહે. જસાપર તા.માળીયા, દિપકભાઇ વિરજીભાઈ મુછડીયા રહે, સરવડ, નીર્મલભાઇ મુળુભાઈ કાનગડ રહે. જસાપર તા.માળીયા મી., લુભાઇ કાનગડ રહે. જસાપર તા. માળીયા મીયાણાવાળાને રોકડા રૂૂપીયા 36,600/- સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
