જામનગરમાં વિશાળ પોલીસ કાફલા દ્વારા સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઇવ યોજાઈ
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની એ જામનગર જીલ્લા ના, પ્રોહીબુટલેગર્સ,જાણીતા જુગારીઓ,મિલકત સબંધી/શરીર સબંધી/ ગુનાના આરોપીઓ ને ચેક કરવા સુચના આપી હતી, જેથી તા.06/12/2025 ના રોજ જામ સીટી સી ડીવી પોલીસ સ્ટેશન વિસ્તાર ના શંકરટેકરી, દિ.પ્લોટ-49 ચારણ નેશ, દિગ્જામ સર્કલ,બાવરીવાસ, હનુમાન ટેકરી, જાગૂતિનગર, ગણપતનગર, વૂલનમીલ ફાટક, રેલ્વે પાટા વિસ્તાર મા ”સ્પેશ્યલ કોમ્બીંગ ડ્રાઇવ” કરવામાં આવી હતી.
આ દરમ્યાન પ્રોહીબીશન ના 8 કેસ , મિલ્કત સબંધી ગુનાના એમ.સી.આર ઇસમો ચેક-28 , માથાભારે ઇસમો ચેક -8 , અસામાજીક ઇસમો ચેક-6 , ટપોરી ઇસમ ચેક-7 , પ્રોહી બુટેલગર્સ/પ્રોહી ધંધાર્થી ચેક-27 , જાણીતા જુગારી/ધંધાર્થી ચેક-7 , અવાવરૂૂ જગ્યા તથા ઝુપડપટ્ટી ચેક- 4, વાહન ચેક-136 , હોટલ ધાબા/ધાર્મિક સ્થળ ચેક-31 , અને વાઇટલ ઇન્સ્ટોલેશન ચેક-6 , ની તપાસ કરવામાં આવી હતી.
નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલા ના સુપરવિઝન હેઠળ, એલ.સી.બી.ના પો.ઇન્સ .વી.એમ.લગારીયા, સીટી સી પો.સ્ટે. પો.ઇન્સ. એન.બી.ડાભી, સીટી એ પો.સ્ટેના પો.ઇન્સ. એન.એ.ચાવડા તથા સીટી બી ડીવીઝન ના પો.ઇન્સ. પી.પી.ઝા, તથા બેડી મરીન પો.સ્ટેના પો.ઇન્સ. વી.બી.ચૌધરી તથા મહિલા પો.સ્ટેના પો.ઇન્સ. એ.કે.પટેલ તથા એલ.સી.બી. /એસ.ઓ.જી સ્ટાફ સાથે આ કાર્યવાહીમા પો.ઇન્સ-06,પો.સબ ઇન્સ-10,આશરે 100 પોલીસ સ્ટાફ.દ્રારા કાર્યવાહી કરવામા આવી હતી.