કાલાવડમાં તરૂણીને વીજશોક લાગતા મોત, પરિવારમાં માતમ
જામનગર જિલ્લાના કાલાવડમાં રહેતી 16 વર્ષની તરૂૂણી પોતાના ઘેર બાથરૂૂમમાં નાહવા માટે ગઈ હતી, જે દરમિયાન વિજઆંચકો લાગ્યો હતો, અને તેણીનું મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડમાં નગરપાલિકા ની કચેરીના પાછળના ભાગમાં રહેતી અફરોજાબેન અશરફભાઈ સમા નામની 16 વર્ષની તરુણી કે જે ગઈકાલે પોતાના ઘેર બાથરૂૂમમાં નહાવા માટે ગઈ હતી, જે દરમિયાન તેણીને બાથરૂૂમમાં એકાએક વીજ આંચકો લાગ્યો હતો, અને તેણી બેશુદ્ધ બની હતી. આથી તેણીને તાત્કાલિક અસરથી સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતક ના પિતા સરફરાજભાઈ મોહમ્મદભાઈ શમા એ પોલીસને જાણ કરતાં કાલાવડના એ. એસ. આઈ. વી.ડી.ઝાપડિયા સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
--