VIDEO: અમદાવાદના ખોખરામાં પરિષ્કર એપાર્ટમેન્ટમાં લાગી આગ, લોકોએ બાલ્કનીમાંથી કુદવા લાગ્યા
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આજે આગ લાગી હોવાની ઘટના સમાઈ આવી છે. ખોખરા વિસ્તારમાં
આવેલા પરિષ્કાર-1 એપાર્ટમેન્ટમાં સી બ્લોકમાં 5માં માળ પર આગ લાગી હતી. આ ઘટના જાણ થતા જ 7 ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.આગ લાગતા ફ્લેટના તમામ રહીશો નાસભાગ મચી ગઈ હતી. આગમાં ફસાયેલા 18 જેટલા લોકોને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરીને નીચે લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ ફાયર બ્રિગેડેની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
આ આગની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એપાર્ટમેન્ટના દાદરેથી ઊતરી શકાય એમ ન હોવાથી એક મહિલા પોતાની બે બાળકીને એક માળથી ટિંગાળીને નીચેના માળે રહેલા લોકોને આપે છે. આ પછી મહિલા ખુદ ઉપરના માળની દિવાલ પર લટકીને નીચે પડે છે, ત્યારે બે લોકો દ્વારા તેને પકડીને બચાવી લેવામાં આવે છે.
આ અંગે ફાયરબ્રિગેડ પાસેથી મળતી વિગતો અનુસાર ખોખરા વિસ્તારમાં આવેલા પરીષ્કર-1 ફ્લેટમાં બપોરના સમયે સી બ્લોકમાં પાંચમાં માળે ઇલેક્ટ્રીક ડકમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાના કારણે ધુમાડો ફેલાઈ ગયો હતો. જેના કારણે લોકોમાં ભારે ભય ફેલાયો હતો. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતાં મણીનગર ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાર બાદ ફાયર બ્રિગેડેની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
ડિવિઝનલ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, 'આગની ઘટનામાં કુલ 18 લોકોને ફાયરની ટીમ દ્વારા બચાવી લેવાયા હતા. આગ હવે કાબૂમાં છે અને કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.' આગામી દિવસોમાં ફાયર વિભાગ એપાર્ટમેન્ટમાં ફાયર સુરક્ષાને લઈને ઓડિટ કરે તેવી શક્યતા છે.