ન્યૂ જાગનાથમાં રહેતા મેનપાવર સપ્લાયનું કામ કરતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત
રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર રાઠોડ પાનવાળી શેરીમાં અજય એપાર્ટમેન્ટની બાજુમાં બીપીન એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા અને મેન પાવર સપ્લાયનું કામ કરતા યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં એડીવીઝન પોલીસે બનાવનું કારણ જાણવા તજવીજ શરૂ કરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ન્યુ જાગનાથમાં બીપીન એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા રમેશભાઇ વિનુભાઇ માંડલીયા (ઉ.વ.40) એ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
આ ઘટનામાં એડીવીઝન પોલીસના પીએસઆઇ એસ.એચ. રાણા તપાસ ચલાવી રહ્યા છે. પોતે બે ભાઇ એક બહેનમાં મોટો હતો તેમજ તેમને સંતાનમાં બે પુત્ર છે. તેમના પત્ની સંતાનો સાથે જામનગર લગ્નપ્રસંગમાં ગયા હતા. ત્યાંથી પરત આવી પત્નીએ જોયું તો પતિ લટકતી હાલતમાં હતો. જેથી દેકારો મચી જતાં આજુબાજુના લોકોએ પોલીસ અને ટ08ને જાણ કરી હતી.મૃતક રમેશ અલગ અલગ કંપનીમાં મેનપાવર સપ્લાયનું કામ કરતા હતા તમેમના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.