અયોધ્યા સર્કલ પાસેથી બે તબીબ ‘ડમ ડમ’ હાલતમાં પોલીસની ઝપટે ચડયા
રાજકોટ શહેરમા રાત્રી દરમ્યાન પોલીસ દ્વારા મુખ્ય માર્ગો ચેકીંગ હાથ ધરાયુ છે . તેમજ અલગ અલગ વિસ્તારોમા વાહન ચેકીંગ પણ કરવામા આવી રહયુ છે . ત્યારે દોઢસો ફુટ રીંગ રોડ પર આવેલા અયોધ્યા સર્કલ પાસેથી પસાર થઇ રહેલા બે તબીબોને પોલીસે અટકાવી તપાસ કરતા બંને તબીબોએ નશો કર્યો હોવાનુ જાણવા મળતા પોલીસે પ્રોહી. એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે નાઈટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન રાત્રીના 10:30 વાગ્યા આસપાસ 150 ફૂટ રીંગ રોડ પર અયોધ્યા ચોક સર્કલ પાસે રોડ પર સ્વિફ્ટ કાર નંબર જીજે 3 કેપી 2135 સર્પાકાર રીતે ચલાવી જતા હોય જેથી પોલીસે આ કારને અટકાવી હતી.
પોલીસે કારચાલક અને તેમાં સવાર અન્ય શખસ બંનેની નીચે ઉતારી કારચાલકનું નામ પુછતા તેણે પોતાનું નામ વિરૂૂધ અને કારમાં સવાર અન્ય શખસનું નામ લક્કીરાજ હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં બંને ડોકટર હોવાનું જણાવ્યું હતું.
બંને થોથરાથી જીભે બોલતા હોય અને શરીરનું સંતુલન જાળવી શકતા ન હોય નશો કર્યો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે કારચાલક વિરૂૂત સામે ડ્રિંક્સ એન્ડ ડ્રાઈવનો અને કારમાં બેઠેલા તેના મિત્ર લક્કીરાજ સામે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
