For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સપ્તાહ બાદ પ્રદૂષણમાં ફરી વધારો, AQI 225ને પાર

05:39 PM Dec 13, 2025 IST | Bhumika
સપ્તાહ બાદ પ્રદૂષણમાં ફરી વધારો  aqi 225ને પાર

રાજકોટ શહેરમાં હવા પ્રદૂષણ સતત વધી રહ્યુ હોય તેમ એર ક્વોલિટી ઇન્ડેક્ષમાં છેલ્લા એક સપ્તાહમાં ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે. મહાનગરપાલિકાના પર્યાવરણ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ અમૂક ભારે વાહનોની ભીડભાડ વાળા વિસ્તારોમાં એક ક્વોલિટી ઇન્ડેક્ષ 225ની સપાટીએ પહોંચી જતા લોકોને ગળામાં બળતરા તેમજ વૃધ્ધો અને બાળકોને શ્ર્વાસ લેવાની સમસ્યા ઉભી થઇ હોવાનુ અને બિમાર તેમજ અશકત વ્યકિતઓને ઘરની બહાર નિકળવુ મુશ્કેલ બન્યુ છે.

Advertisement

રાજકોટ શહેરમાં શિયાળાની શરૂૂૂઆત થતા જ અનેક વિસ્તારોમાં પ્રદૂષણ સતત વધતુ હોવાના રિપોર્ટ મનપા દ્વારા જારી કરવામાં આવ્યા છે. કમાન્ડ અને કંટ્રોલ ખાતે સેન્સર દ્વારા નોંધાયેલા આંકડા મુજબ ફરી વખત સોરઠિયાવાડી અને રેલવે સ્ટેશન ખાતે ઇન્ડેક્ષ 225ને પાર થઇ ગયો છે. સવારેમાં ધુમ્મસ હોય ત્યારે એર કવોલીટી ઇન્ડેસ વધતો હોવાનુ નિષ્ણાંતો જણાવી રહ્યા છે. છતાં દિવસ દરમિયાન સતત ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી એર કવોલીટી ઇન્ડેસ 100માંથી 225 સુધી પહોંચી ગયો છે. જેના લીધે બિમારી લોકો અને વૃધ્ધો સહિતનાને શ્ર્વાસ લેવામાં તકલીફ પડી હોવાનુ જાણવા મળેલ છે. ગઇકાલે અને આજે જાહેર થયેલા એર કવોલીટી ઇન્ડેસ મુજબ ફરી વખત શહેરની મધ્યમાં આવેલ રેલવે સ્ટેશન વિસ્તાર અને સોરઠિયાવાડી વિસ્તારમાં એર કવોલીટી ઇન્ડેસ 225ને પાર થયો હોવાનુ નોંધાયું છે.

રાજકોટ શહેરની વસ્તીની સાથે વાહનોની સંખ્યા વધતા અને શિયાળાની શરૂૂૂઆત થતા સુકા પવનો સાથે ધુળની ડમરીઓ ઉડતા દિવસેને દિવસે પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક બની રહ્યું છે. શહેરની હવામાં શ્વાસ લેવો અઘરો પડી રહ્યો છે ત્યારે આજરોજ શહેરના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 225ને પાર કરી ગયો હોવાનું જાણવા મળ્યું છે. મ્યુનિ.તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સેન્સર મૂકવામાં આવ્યાં છે. ગુરુવારે આ સેન્સરોએ જે આકડા રજૂ કર્યા તે ચિંતાજનક જોવા મળ્યાં હતાં. સોરઠિયાવાડી સર્કલ, રેલવે જંકશન વિસ્તાર, કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી, જામટાવર, રામદેવપીર ચોકડી, નાનામવા સર્કલ, પ્રદ્યુમ્ન પાર્ક, જોવા મળ્યો હતો. આ તમામ વિસ્તારો સૌથી વધુ પ્રદૂષિત જોવા મળ્યાં હતાં. અલબત પ્રદૂષણ વધવાનું એ કારણ ઋતુગત ફેરફાર અને સુકા પવનો સાથે ધુળ ઉડતા વાતાવરપ પ્રદૂષિત થયાનુ સામે આવ્યુ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement