For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુવાને દિવ્યાંગ પુત્રની સારવાર માટે 10 લાખના 12 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરની 30 લાખની ઉઘરાણી

05:14 PM Jul 25, 2024 IST | Bhumika
યુવાને દિવ્યાંગ પુત્રની સારવાર માટે 10 લાખના 12 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરની 30 લાખની ઉઘરાણી
Advertisement

બીમાર પુત્રનું દોઢ લાખનું વ્યાજખોરે બિલ ચૂકવ્યું તેનું વ્યાજ વસુલ્યુ: હપ્તો ચૂકાઇ જાય તો પેનલ્ટી વસૂલાતી: રાજાણી બંધુ વિરુદ્ધ નોંધાતો ગુનો

વ્યાજખોરો બેફામ બન્યા છે.શહેરના કૈલાસ પાર્કમાં રહેતાં અને સોપારી કટીંગનું કામ કરતાં યુવાને માનસિક બિમારી સાથે અને હૃદયની તકલીફ સાથે જન્મેલા દિકરાની સારવાર માટે મિત્ર પાસેથી પહેલા દોઢ લાખ બાદમાં કટકે કટકે મિત્ર અને તેના ભાઇ પાસેથી દસ લાખ લઇ તેની સામે બાર હજાર આપી દીધા છતા બંને ભાઇઓ હજુ 30 લાખની ઉઘરાણી કરી હેરાન કરી ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.વધુ વિગતો મુજબ,યુનિવર્સિટી રોડ કૈલાસ પાર્ક-6માં રહેતાં અને સાધુ વાસવાણી રોડ પર શિવમ્ એજન્સીમાં સોપારી કાપવાનું કામ કરતાં આદિત્ય ગોવિંદભાઇ વસોયા (ઉ.વ.34)ની ફરિયાદ પરથી મોૈલિક ભરતભાઇ રાજાણી અને મોહિત ભરતભાઇ રાજાણી વિરૂૂધ્ધ મનીલેન્ડ એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.

Advertisement

આદિત્યએ ફરિયાદમાં જણાવ્યું છે કે,તા. 7-1-21ના રોજ તેમને ત્યાં દિકરાનો જન્મ થયો હતો,જન્મથી જ દિકરાને માનસિક બિમારી હોઇ અને હૃદયની તકલીફ હોઇ જેથી રૈયા રોડની અમૃતા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.ત્યારે સારવાર માટે નાણાની જરૂૂર પડતાં મિત્ર મૌલિક રાજાણીને ફોન કરીને વાત કરતાં તેણે પુત્રની સારવારનું દોઢ લાખ રૂૂપિયાનું બીલ ભરી દીધુ હતું.જો કે આ રકમના બદલામાં દર અઠવાડીએ મારે તેને પંદર હજાર વ્યાજ આપવાનુ તેવુ નક્કી થયું હતું.

ત્યારબાદ જરૂૂરિયાત મુજબ પાંચથી સાત લાખ રૂૂપિયા લીધા હતાં.જેનું માસિક વ્યાજ 7 ટકા નક્કી થયું હતું.તેમજ જો વ્યાજ સમયસર ભરી ન શકે તો વ્યાજ જેટલી જ પેનલ્ટી લગાડવામાં આવતી હતી.દરમિયાન વ્યાજની રકમ વધતાં વધતાં તા. 12/10/22ના રોજ રૂૂપિયા 23 લાખ સુધી પહોંચી હતી.આ પછી મૌલિકે તેના અને તેના ભાઇ મોહિતના નામે 15-15 લાખની બે પ્રોમીસરી નોટ અને બે કોરા ચેક લખાવી લીધા હતાં.આ ચેક તેણે બાઉન્સ કરાવી નેગોશિએબલની નોટીસ ફટકારી હતી જે 15/2/24ના રોજ ઘરે આવી હતી.એ પછી મેં અરજી કરતાં હાલ કોર્ટમાં તેનો જવાબ આપ્યો છે.

મૌલિક અને મોહિત રાજાણીએ તા.19/2/24ના રોજ સાંજે ઘરે આવી કહેલું કે અમે ગામ પાસેથી વ્યાજે પૈસા લાવીને તને વ્યાજ વગર આપ્યા છે, તાત્કાલીક પૈસા આપી દે. આથી આદિત્યભાઈએ કહેલું કે આ દુનિયામાં એવા કોઇ મુર્ખ માણસો હોતા નથી જે વ્યાજે લઇને મને વ્યાજ વગર આપે. મૌલિક અને મોહિત પાસેથી જુન-2021માં કટકે કટકે કુલ 10 લાખ રૂૂપિયા વ્યાજે લઇ તેની સામે કુલ 12 લાખ ભરી દીધા હતા છતાં આ બંને 30 લાખ રૂૂપિયાની વ્યાજ સહિત માંગણી કરે છે.તેઓએ સહી કરેલા રકમ ભર્યા વગરના ચેક પણ લઇ લીધા છે.ઉપરાંત એક્ટીવાની ઓરીજીનલ આરસી બૂક પણ મૌલિકે લઇ લીધી હોય અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ એમ. જી. વસાવાની રાહબરીમાં પીએસઆઇ બી. આર. ભરવાડે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement