મોબાઇલના હપ્તા ન ભર્યાની નોટિસ આવતા યુવાને ફિનાઇલ ગટગટાવ્યું
પેડક રોડ પર રહેતા રિક્ષાચાલક યુવાને મોટાભાઇને લોન પર મોબાઇલ લઇ દીધો’તો
શહેરના સામાકાંઠે પેડક રોડ પર આવાસ કવાર્ટરમાં રહેતા યુવાને મોબાઇલના હપ્તા ન ભર્યાની નોટીસ આવતા ફિનાઇલ પી આપઘાતનો પ્રાયસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગત મુજ પેડક રોડ પર બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે આવેલા આવાસ કવાર્ટરમાં ર
હેતા સતીશ હીમતભાઇ ગડીયલ (ઉ.વ.30)નામના યુવાને ગઇકાલે સાંજે પોતાના ઘરે ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં સતીશ રિક્ષા ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવે છે તેને તેના મોટાભાઇને લોન ઉપર મોબાઇલ લઇ દીધો હતો.
જેના હપ્તા મોટાભાઇને ભરવાના હતા. તે જયારે હપ્તા બાબતે પુછતો ત્યારે મોટાભાઇ હપ્તા ભરતા હોવાનુ જણાવ્યુ હતું. જો કે હાલમાં હપ્તા ન ભર્યા હોવાની નોટીસ આવતા મોટાભાઇ સાથે બોલાચાલી થતા તેને આ પગલુ ભરી લીધાનુ જાણવા મળ્યુ છે.