ઇલેક્ટ્રિક બાઇકના શો-રૂમમાં લોખંડનો રેમ્પ માથે પડતા યુવાનનું મોત
150 ફૂટ રીંગ રોડ પર શીતલ પાર્ક પાસેની ઘટના: ટ્રકમાંથી બાઇક ઉતારતી વેળાએ કાળ ભેટયો
શહેરનાં કોઠારીયા કોલોનીમા રહેતો પાર્થ પ્રવિણસિંહ વાળા (ઉ.વ. 26) નામનો યુવાન આજે સવારે 1પ0 ફુટ રીંગ રોડ પર શિતલ પાર્ક નજીક સ્પાયર ર નામના બિલ્ડીંગમા જય ગણેશ એથર બાઇકનાં શોરૂમમા હતો ત્યારે ટ્રકમાથી ઇલેકટ્રીક બાઇક ઉતારી રહયો હતો દરમ્યાન ઇલેકટ્રીક બાઇક ટ્રકમાથી ઉતારવા માટે રાખવામા આવેલો લોખંડનો રેમ્પ માથે પડતા યુવાનને માથાનાં ભાગે ગંભીર ઇજા થતા બેભાન થઇ ઢળી પડયો હતો.
જેથી તેને ઇજાગ્રસ્ત હાલતમા સારવાર માટે સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનુ મોત નીપજયુ હતુ. આ અંગે સિવીલ ચોકીનાં સ્ટાફે પ્રાથમીક નોંધ કરી યુનિવર્સીટી પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પીટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમીક તપાસમા મૃતક પાર્થ બે ભાઇ એક બહેનમા મોટો અને અપરણીત હતો. હજુ બે દિવસ પહેલા જ એ શોરૂમમા કામે લાગ્યો હતો. ત્યારે યુવાન પુત્રનાં મોતથી રજપુત પરીવારમા ઘેરો શોક છવાઇ જવા પામ્યો છે .