ધ્રોલ નજીક ટોઇંગ કરીને લઇ જવાતી રિક્ષા સાથે બાઇક અથડાતાં યુવાનનું મોત
રાજકોટથી કબૂતરની જાળી ફીટ કરવા જઇ રહેલા બે પિતરાઇ ભાઇઓને અકસ્માત નડયો
જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક ટોઇંગ કરીને લઈ જવાઈ રહેલી એક રીક્ષા ની સાથે બાઇક અથડાઈ પડતાં સર્જાયેલા અકસ્માતમાં રાજકોટના યુવાનનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે, જ્યારે તેના પિતરાઈ ભાઈને ઈજા થઈ છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે રાજકોટમાં વિજયનગરમાં રહેતો ધવલ અજીતભાઈ ચાવડા નામનો 19 વર્ષનો યુવાન પોતાના પિતરાઈ ભાઈ ઉદય ચાવડા સાથે રાજકોટ થી જામનગર કબુતર ની ઝાળી ફીટ કરવા માટે બાઈક પર બેસીને જઈ રહ્યા હતા.જે દરમિયાન ધ્રોળ નજીક એક રીક્ષા છકડાની પાછળ બંધ રિક્ષા ને ટોઈંગ કરીને લઈ જવાઈ રહી હતી, જે રીક્ષા બાઈક સાથે ટકરાઈ જતાં અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં ફરિયાદી યુવાનના પિતરાઈ ભાઈ ઉદયભાઇ ચાવડાને ગંભીર ઇજા થવાથી સારવાર માટે રાજકોટ ની હોસ્પિટલમાં ખસેડાય તે પહેલાજ તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરવામાં હતું, જયારે ફરીયાદી યુવાનને ઇજા થઈ હતી.
જે બનાવ અંગે તેમણે જીજે 10 ટી.ઝેડ 3660 નંબરની રીક્ષા ના ચાલક સામેં ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.