ખંભાળિયામાં અગ્નિસ્નાન કરી યુવાનનો આપઘાત
ખંભાળિયાના રામનગર વિસ્તારમાં રહેતા દિવ્યેશભાઈ ધરમશીભાઈ કણજારીયા નામના 28 વર્ષના યુવાને ગઈકાલે ગુરુવારે બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના હાથે જ્વલનશીલ પ્રવાહી છાંટીને દીવાસળી ચાંપી લેતા ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા ધરમશીભાઈ ગોવિંદભાઈ કણજારીયા (ઉ.વ. 58) એ અહીંની પોલીસને કરી છે. જે સંદર્ભે પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી હતી.
પોલીસની ફરજમાં રૂૂકાવટ
ખંભાળિયા નજીક રામનગર વિસ્તારમાં આવેલા પોલીસ હેડ ક્વાર્ટર નજીકના પરેડ ગ્રાઉન્ડમાં સવારના સમયે પોલીસ સ્ટાફની પરેડ પ્રેક્ટિસ ચાલી રહી હતી. જેમાં પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. ત્યારે આ પ્રેક્ટિસ દરમિયાન અહીંથી જુના તથીયા ગામનો સંજય લાખાભાઈ કરમુર નામનો શખ્સ તેનું જી.જે. 37 પી. 9293 નંબરનું મોટરસાયકલ લઈને ત્યાંથી નીકળતા અહીં રહેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ છત્રપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.વ. 30, રહે. ભોપલકા) એ તેને રોક્યો હતો. અને અહીં પરેડ પ્રેક્ટિસ ચાલુ હોવાથી પરેડ ગ્રાઉન્ડમાંથી નહીં નીકળવા માટે તેને સમજાવ્યું હતું.પરંતુ આરોપી શખ્સે હેડ કોન્સ્ટેબલ છત્રપાલસિંહ તેમજ અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેફામ વર્તણૂક કરી, ગાળાગાળી કરી અને હુમલો કર્યો હતો. આટલું જ નહીં, આરોપી સંજય કરમુર દ્વારા ધમકી પણ આપવામાં આવતા આ સમગ્ર ઘટનામાં પોલીસ ફરજમાં રૂૂકાવટ થવાથી ખંભાળિયા પોલીસે આરોપી સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.
યુવાન ઉપર હુમલો
ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે રહેતા પ્રભાતભાઈ ગોવાભાઈ કનારા નામના 23 વર્ષના આહિર યુવાનને છેલ્લા કેટલાક સમયથી આ જ ગામના દિનેશભાઈ રાજશીભાઈ કનારા સાથે જૂનું મનદુ:ખ ચાલ્યું આવતું હોય, જે અંગેનો ખાર રાખીને વિશાલ દિનેશભાઈ કનારા, દિનેશભાઈ રાજશીભાઈ કનારા અને અનિલ માલદેભાઈ કનારાએ ફરિયાદી પ્રભાત ઉપર લાકડા વડે હુમલો કરી, ગંભીર ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે વિશાલ દિનેશભાઈ કનારા દ્વારા આ બનાવના ફરિયાદી પ્રભાતભાઈ ગોવાભાઈ કનારા સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.