રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઓનલાઈન એપમાં લોન લેવા જતાં યુવાન છેતરાયો, 2100ના બદલે સાયબર ગઠિયાએ 5.56 લાખ પડાવ્યા

06:12 PM Mar 08, 2024 IST | Bhumika
Advertisement

શહેરના યુવાને ઓનલાઈન લોન બ્રો નામની નામની એપ મારફતે લીધેલ રૂા.2,100 ના 5.56 લાખ ભરી દીધા છતાં સાયબર ગઠિયાઓએ વધું રૂૂપિયા પડાવવા યુવાનના સબંધીઓને બીભત્સ મેસેજ કરી યુવાનના મોર્ફ કરેલ ફોટા મોકલી ધમકીઓ આપી કુલ રૂૂ.5.56 લાખ પડાવી લીધાની ફરીયાદ નોંધાતા સાયબર ક્રાઇમે તપાસ શરૂૂ કરી છે.વધુ વિગતો મુજબ,શ્રધ્ધાપાર્ક-2, શેરી નં.5 ,ડી-માર્ટ સામે રહેતાં સચિન ભરતભાઇ પંચાસરા (ઉ.વ.27) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે તેમને મોબાઈલમાં આવેલ લોનબ્રો નામની લિંક મોકલનાર અને તપાસમાં ખુલે તે તમામ ના નામ આપતાં સાયબર ક્રાઇમે આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે હાલ અમદાવાદમાં કારખાનામાં નોકરી કરે છે.એકાદ વર્ષ પેહેલા તા.03/09/2022 ના તેમના જુના મોબાઈલ નંબર પર એક લિંક આવેલ જે લિંક ઓપન કરતા જુદી-જુદી લોનની એપ્લીકેશન ડાઉનલોડ થઈ હતી.તેમાં ઓનલાઈન સસ્તા વ્યાજ દરે લોન આપતા હોવા અંગેની જાહેરાત હોય જેથી તેઓને લોનની જરૂૂરીયાત હોવાથી તેમને ઓનલાઈન પ્રોસેસ કરેલ જેમાં રૂા.2,100 ની લોન મંજુર કરી ત્રણ મહીનામાં વ્યાજ સહીત ભરી આપવાની સુચના મળેલ હતી.લોનની રકમ તેઓના બેંક એકાઉન્ટમાં જમા થઈ હતી.

બાદમાં એકાદ સપ્તાહ બાદ જુદા-જુદા મોબાઇલ નંબર ઉપરથી રૂા.2,100 લોનના રૂા.3,500 ભરવા માટે ફોન દ્વારા ધાક-ધમકી અને તેઓના મોબાઇલમાં રહેલ સંપર્ક નંબરવાળાઓને અશ્ર્લીલ ફોટાઓ તથા મેસેજ સોશ્યલ મીડીયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. જે દબાણમાં આરોપીઓ મોબાઇલમાં જે લીંક મોકલતા તે લીંક મારફતે જુદા-જુદા સમયે ગુગલ-પે થી રૂૂ 5.56 લાખ ચુકવી આપેલ હતા. તેમ છતા આરોપીઓ વધું રૂૂપીયા પડાવવા પઠાણી ઉઘરાણી કરતાં હોવાથી તેઓએ સાયબર હેલ્પ લાઇનમાં ફરીયાદ નોંધાવી હતી.સાયબર ક્રાઇમે ગુનો નોંધી પીઆઈ એમ.એ.ઝણકાંત અને ટીમે સાયબર ગઠિયાને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

Tags :
fraudgujaratgujarat newsonline apprajkotrajkot news
Advertisement
Next Article
Advertisement