સસરાએ છૂટાછેેડા માટે 10 લાખ માંગતા યુવાનનો આપઘાતનો પ્રયાસ
પરાપીપળિયામાં રહેતા યુવાનના પાંચ મહિના પહેલા જ લગ્ન થયા છે: પત્ની અવાર-નવાર ઝઘડા કરે છે
શહેરના જામનગર રોડ પર પરાપીપળીયામાં રહેતા અને પાંચ મહિના પહેલા પરિણેલા યુવાને ફિનાલઇ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પત્ની અવર નવાર ઝઘડા કરતી હોવાથી છૂટાછેડાનુ કહેતા સસરાએ છૂટાછેડા માટે 10 લાખની માંગણી કરતા તેણે આ પગલું ભરી લીધુ હતુ.
જાણવા મળતી વિગત મુજબ પરાપીપળીયા ગામે આવેલી એકતા સોસાયટીમાં રહેતા જયેશ વિનોદભાઇ ગોહેલ (ઉવ.26) નામના યુવાને આજે સવારે તેના ઘરની પાછળ આવેલા ગાઉન્ડમાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જયેશ ઇમીટેશનનુ કામ કરે છે. તેના લગ્ન પાંચ મહિના પહેલા થયા છે. પત્ની ટવીંકલ અવાર નવાર ઘરમાં ઝઘડા કરતી હોય જેથી છૂટાછેડા લેવાનુ કહેતા તેના સસરાએ 10 લાખ આપતો છૂટાછેડા કરી દઉ તેમ કહેતા યુવાને આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યુ છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.