માતાએ ફોનમાં ઠપકો આપતા શ્રમિક યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
શહેરમાં કોઠારિયા સોલવન્ટ ફાટક પાસે આવેલ રાજુ એન્જિનિયરીંગ કારખાનામાં કામ કરતા શ્રમિક યુવકને માતાએ ફોનમાં ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી માઠુ લાગી આવતા યુવાને ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારિયા સોલવન્ટ ફાટક પાસે આવેલ રાજુ એન્જિનિયરીંગ કારકાનામાં કામ કરતો વિશાલ કમલેશભાઈ યાદવ નામનો 19 વર્ષનો યુવાન સાંજના 7:30 વાગ્યાના અરસામાં કારખાનામાં હતો ત્યારે ઝેરી દવા પી ગયો હતો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં વિશાલ યાદવ મુળ યુપીનો વતની છે અને ત્રણ ભાઈ ત્રણ બહેનમાં વચેટ છે માતા સાથે ફોનમાં વાતો કરતો હતો તે દરમિયાન માતાએ ફોનમાં ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી માઠુ લાગી આવતા ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.