For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો, ચાર વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ, રાજ્યનો છઠ્ઠો કેસ

06:24 PM Jan 15, 2025 IST | Bhumika
અમદાવાદમાં hmpvનો વધુ એક કેસ નોંધાયો  ચાર વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ  રાજ્યનો છઠ્ઠો કેસ

Advertisement

ગુજરાતમાં HMPVને લઈને સતત ચિંતા વધી રહી છે. રાજ્યમાં વધુ એક HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં કૃષ્ણનગર વિસ્તારમાં ચાર વર્ષીય બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 13 જાન્યુઆરીના રોજ તેને તાવ, શરદી, ઉલટી અને કફની તકલીફ થતાં ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કવામાં આવ્યો હતો .જ્યાં તેમની સારવાર દરમિયાન રિપોર્ટ જે પોઝિટિવ આવ્યો છે. બાળકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી. હાલ અમદાવાદમાં 1 મહિનામાં પાંચ જેટલા HMPVવાયરસના કેસ નોંધાયા છે.

Advertisement

રાજ્યમાં અત્યાર સુધીમાં HMPVના 6 કેસ સામે આવ્યા છે. HMP વાઈરસનો વધુ એક કેસ અમદાવાદથી સામે આવ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં કૃષ્ણનગર વિસ્તારમાં ચાર વર્ષીય બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ગુજરાતમાં HMPVનો પ્રથમ પોઝિટિવ કેસ 6 જાન્યુઆરીએ સામે આવ્યો હતો. આ કેસ ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં 26 ડિસેમ્બરે જ નોંધાઈ ચૂક્યો હતોસ જોકે હોસ્પિટલ દ્વારા તંત્રને જાણ મોડી કરવામાં આવતાં 6 જાન્યુઆરીએ કેસ સામે આવ્યો હતો. જે-તે સમયે બાળકની તબિયત સારી થતાં રજા પણ આપી દેવામાં આવી હતી.

HMPVનો બીજો કેસ હિંમતનગરથી સામે આવ્યો હતો. જેમાં હિંમતનગરની ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળના આઠ વર્ષના બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને ICUમાં રાખવામાં આવ્યો હતો. બાળક પ્રાંતિજ તાલુકાના એક ગામનો છે. જ્યારે જિલ્લામાં HMPVનો કેસ સામે આવતાની સાથે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું.

HMPVનો ત્રીજો કેસ અમદાવાદથી સામે આવ્યો હતો. જેેમાં વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં વૃદ્ધને મેમનગરની સ્ટર્લિંગ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.

રાજ્યમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો છે. જેમાં અમદાવાદમાં 9 મહિનાના એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકને વિહા ચિલ્ડ્રન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જો કે, બાળકને હાલ ચાઇલ્ડ હુડ હૉસ્પિટલમાં શિફ્ટ કરાયો હોવાનું સામે આવ્યું છે.

11 જાન્યુઆરી, 2025એ અમદાવાદમાં મૂળ કચ્છના રહેવાસી 59 વર્ષીય આધેડનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. છે. તેમને સારવાર માટે અમદાવાદની ઝાયડસ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. મળતી માહિતી અનુસાર, દર્દીની કોઈપણ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી. ત્યારે વધુ એક કેસ આજે સામે આવ્યો છે.

HMPVને લઈને રાજ્ય સરકારની એડવાઇઝરી

ગુજરાત સરકારે જાહેર કરેલી એડવાઇઝરી અનુસાર, હ્યુમન મેટાન્યૂમો વાઇરસ (HMPV) શ્વસન વાઇરસની જેમ શિયાળાની ઋતુમાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે. તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફ્લૂનો સમાવેશ થાય છે. ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસનને લગતાં ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું આ અંગેના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વિદેશથી આવનાર માટે HMPVની એડવાઇઝરી જાહેર કરાશે. આ ઉપરાંત હવે RTPCR ટેસ્ટ ફરજિયાત કરાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement