For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આસારામને 12 વર્ષ બાદ જામીન, ભકતો દ્વારા પુષ્પવર્ષા કરી સ્વાગત

05:45 PM Jan 15, 2025 IST | Bhumika
આસારામને 12 વર્ષ બાદ જામીન  ભકતો દ્વારા પુષ્પવર્ષા કરી સ્વાગત

Advertisement

રાજસ્થાનની જોધપુર જેલમાં છેલ્લા 12 વર્ષથી બંધ આસારામને જામીન મળી ગયા છે. ત્યાર બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. મંગળવાર મોડી સાંજે હાઈકોર્ટનો આદેશ મળતા આસારામને વકીલોએ જેલમાં આદેશ આપતા આસારામને મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તે જોધપુરમાં આવેલ પાલ ગામના પોતાના આશ્રમમાં પહોંચ્યા હતા. જ્યાં પહેલાથી હજારોની સંખ્યામાં તેમના ભક્તો તેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા.
આસારામની મુક્તિની ખુશીમાં આશ્રમના મુખ્ય દ્વારને સજાવામાં આવ્યો હતો.

જ્યાં રંગોળી બનાવવામાં આવી હતી. આસારામ સાથે હાઈકોર્ટના નિર્દેશ પર ત્રણ ગાર્ડ પણ મોકલવામાં આવ્યા હતા, જે તેમની દેખરેખ રાખશે. આશ્રમમાં પ્રવેશ કર્યા બાદ આસારામે પોતાના ભક્તોને હાથથી ઈશારો કર્યો અને ત્યાર બાદ પોતાના રુમમાં જતા રહ્યા હતા. આસારામને 31 સપ્ટેમ્બર 2013ના રોજ જોધપુર પોલીસે ઈન્દોરથી ધરપકડ કરી હતી. આસારામ વિરુદ્ધ 15 ઓગસ્ટ 2023ના રોજ જોધપુરના મથાનિયામાં આવેલ આશ્રમમાં સગીર શિષ્યા સાથે યૌન શોષણના મામલામાં નામ સામે આવ્યું હતું. આ મામલામાં આસારામ ન્યાયિક અભિરક્ષામાં રહ્યા બાદ વર્ષ 2018માં આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યા હતા. હાલમાં જ તેમને જોધપુર હાઈકોર્ટે સારવાર માટે પૈરોલ આપી હતી. જે બાદ આસારામ તરફથી સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી લગાવી હતી. જે મંજૂર કરવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement