મોરબીમાં બાઇક ઝાડ સાથે અથડાતા ચાલક યુવાનનું મોત
ગોંડલના ભરૂડી ગામની યુવતીએ બીમારી સબબ દમ તોડ્યો
મોરબીમાં આવેલ કુબેર ટોકીઝ પાસે રહેતો યુવાન રાજપરા રોડ પર પોતાનું બાઈક લઈને જતો હતો. ત્યારે યુવાને ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સાથે અથડાયું હતું જે અકસ્માતમાં ઘવાયેલા યુવકનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં આવેલ કુબેર ટોકીઝ પાસે રહેતા વિશ્વરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નામનો 25 વર્ષનો યુવાન રાત્રીના એકાદાના વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને રાજપરા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે યુવાને ડ્રાઇવિંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક ઝાડ સાથે અથડાયું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન ત્રણ ભાઈમાં નાનો અને અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ગોંડલના ભરૂૂડી ગામે રહેતી મંજૂલતાબેન શ્રીરામ આશિષ સમ્રાટ નામની 25 વર્ષની યુવતીને વાલનું ઓપરેશન કરાવ્યા બાદ બેભાન હાલતમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.