મહાકુંભમાં ગયેલા સુરતના યુવાન વેપારીનું અયોધ્યામાં ઢળી પડતાં મોત
03:55 PM Jan 29, 2025 IST
|
Bhumika
Advertisement
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સુરતના વેપારીના અચાનક મોતના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ સુરતના વાડીફળિયામાં રહેતા જરીવાલા પરિવારનો પુત્ર આકાશ જરીવાલા પત્ની સાથે અયોધ્યાના દર્શને ગયો હતો. તીર્થયાત્રાએ નીકળેલા આકાશ જરીવાલાએ અનંતની વાટ પકડી લેતા પરિવાર ઘેરા શોકમાં ડુબી ગયો છે. ભારે ભીડ વચ્ચે દર્શન માટે પહોંચેલા આકાશ ત્યાં જ ઢળી પડ્યા હતા. સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમતે આકાશભાઈને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમણે મૃત ઘોષિત કર્યા હતા.
Advertisement
અત્રે જણાવવાનું કે મહાકુંભના કારણે પ્રયાગરાજની સાથે સાથે અયોધ્યામાં પણ શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ગુજરાતનો જરીવાલા પરિવાર પણ અયોધ્યાના દર્શને ગયો હતો. પરંતુ આ તીર્થયાત્રા આકાશ જરીવાલાની અંતિમ તીર્થયાત્રા બની રહી. મોતનું કારણ જો કે હજુ સામે આવ્યું નથી.
Next Article
Advertisement