રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જામકંડોરણામાં વેપારી યુવાન પર હુમલો કરી લૂંટ ચલાવી: ધમકીથી ડરી જઈ ફિનાઈલ પીધું

12:45 PM Jul 01, 2024 IST | admin
closeup of the feet of a dead body covered with a sheet, with a blank tag tied on the big toe of his left foot, in monochrome, with a vignette added
Advertisement
Advertisement

તારા ભાઈએ અમારો રેતીનો સટ્ટો પકડાવેલ છે, દંડ તમારે આપવાનો છે, નહીંતર ખોવાઈ જશો: નવ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ

રાજકોટ જિલ્લાના જામ કંડોરણામાં શિવશક્તિ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવતા વેપારી યુવાન પર નવ શખ્સોએ હુમલો કરી ખિસ્સામાંથી 6 હજારની રોકડ રકમની લુંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવાને ડરી જઈ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસની તપાસમાં આરોપીનો રેતીનો સટ્ટો પકડાયેલ હોય જેનો દંડ વેપારી એન તેના ભાઈ પાસેથી વસુલવા આવેલા 9 શખ્સોએ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે સામાપક્ષે પણ એટ્રોસીટીની ફરિયાદ કરવામાં આવી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ જામ કંડોરણા ઈન્દિરાનગરમાં રહેતા અને દેવીપૂજક વાસમાં કરિયાણાની દુકાન ધરાવતા રાજદીપસિંહ ઉર્ફે પિન્ટુભા જોરુભા ઝાલા ઉ.વ.35 નામના યુવાને પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ઈન્દિરાનગરમાં રહેતા રાહુલ ઉર્ફે બાવલો પ્રવિણભાઈ બગડા, વિજય પ્રવિણ બગડા, દિવ્યેશ જયંતિ બગડા, સંજય હિરા બગડા, ભાર્ગવ જયંતિ બગડા, બિપિન કિશોર સાગઠિયા, દિલીપ ઉગાભાઈ બગડા, દર્શન ભીખાભાઈ બગડા, અને કુલદિપ હિતેશ બગડાનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે શનિવારે રાત્રે ફરિયાદી પોતાની દુકાને બેઠો હતો ત્યારે આરોપી રાહુલ અને દિવ્યેશ એક્ટિવામાં ધસી આવી તારોભાઈ કુલદિપ ઉર્ફે બબુ ક્યાં છે તેમ કહી માથાકુટ કરવા લાગ્યા હતાં. બાદમાં દુકાનમાંથી બહારનિકળ તારા ભાઈએ અમારા વિરુદ્ધ ખાણ ખનીજમાં અરજી કરી અમારી રેતીનો સટ્ટો પકડાવે છે. જેનો દંડ અને ખર્ચ તમારા બન્ને ભાઈઓને ભોગવવાનો છે તેવું કહી વેપારી યુવાન પર હુમલો કરી ખીસ્સામાંથી 6 થી 7 હજાર રૂપિયાની લુંટ ચલાવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આરોપીઓએ એટ્રોસીટીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી ડરીજઈ પોતાના ઘરે જઈ ફિનાઈલ ગટગટાવી દેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે પોલીસે યુવાનની ફરિયાદ પરથી લુંટ અને ધમકીનો ગુનો નોંધ્યો છે. જ્યારે સામાપક્ષે રાહુલ ઉર્ફે બાવલો પ્રવિણભાઈ બગડાની ફરિયાદ પરથી વેપારી રાજદીપસિંહ ઉર્ફે પિન્ટુભા જોરુભા ઝાલા સામે ધમકી આપી હડધૂત કર્યાની વળતી ફરિયાદ નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

Tags :
drank phenylgujaratgujarat newsrajkotrajkot newstheft
Advertisement
Next Article
Advertisement