ચાંદલીના યુવા ભાજપના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી બાદ ભાજપમાં આફટરશોક સતત ચાલુ રહયા છે અને આમ આદમી પાર્ટી ધીરેધીરે મજબૂત બની રહી છે અને ભાજપ-કોંગ્રેસથી નિરાશ કાર્યકરો આમ આદમી પાર્ટી ભણી દોટ મૂકી રહ્યા છે. ત્યારે લોધિકા તાલુકાના ચાંદલી ગામના યુવા મોરચાના જયેશભાઇ સરધારા સહિતના કાર્યકરો ‘આપ’માં જોડાઇ ગયા હતા.
લોધિકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીની જાહેરસભા યોજાઇ હતી. આ જાહેરસભામાં તેજસભાઈ ગાજીપરા - રાજકોટ જિલ્લા પ્રમુખ, અંકુર રાણપરીયા - રાજકોટ જિલ્લા યુવા પ્રમુખ, શિવાજીભાઈ ડાંગર - ગુજરાત પ્રદેશ સહ મંત્રી, યોગેશભાઈ વસોયા - રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ, કૌશિકભાઈ મકવાણા - 71 વિધાનસભા ઇન્ચાર્જ, નિલેશભાઈ વેકરીયા - લોધિકા તાલુકા પ્રમુખ, સંજય અગ્રાવત - લોધિકા તાલુકા મહામંત્રી, નિલેશભાઈ ખૂંટ, દિનેશભાઈ દાફડા - લોધિકા તાલુકા આગેવાન, તથા ભાવેશભાઈ વસોયા, નરેશભાઈ દેસાઈ, ગુલાબભાઈ સોરઠીયા, સુરેશભાઈ રામણી વિગેરે હાજર રહ્યા હતા.